મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર–2025નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજાશે. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજા હોવાના કારણે એક દિવસ પૂર્વે બુધવારે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂ થયેલ સ્વાગત કાર્યક્રમનો હેતુ નાગરિકોની ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિવારણ કરવાનું છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની રજૂઆતો બુધવાર, તા. 24 ડિસેમ્બરે સવારે 8.00 થી 11.00 દરમિયાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે બપોર બાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને યોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom