ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ અને કડક શબ્દોમાં સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. સીએમ યોગીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં કોડીન કફ સિરપના કારણે એક પણ મૃત્યુ થયું નથી. તેમણે દ્રઢપણે કહ્યું કે કોડીન કફ સિરપનું ઉત્પાદન યુપીમાં થતું જ નથી, તે મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં બનાવવામાં આવે છે અને જ્યાં જ્યાં મોત થયા છે તે કેસો અન્ય રાજ્યો સાથે સંબંધિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર આ મુદ્દે હાઈકોર્ટમાં કેસ પણ જીતી ચૂકી છે.
कोडीन कफ सिरप से उत्तर प्रदेश के अंदर कोई मौत नहीं हुई है…
देश के अंदर दो नमूने हैं, एक दिल्ली में और एक लखनऊ में बैठते हैं,
जब देश में कोई चर्चा होती है तो वह तुरंत देश छोड़कर भाग जाते हैं… pic.twitter.com/vv0eabVu2S
— Yogi Adityanath (@myogiadityanath) December 22, 2025
મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે યુપીમાં સૌથી મોટા જથ્થાબંધ વેપારીને સપા સરકારના સમયમાં લાઇસન્સ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં બે મોડેલ છે – એક દિલ્હીનો અને એક લખનૌનો. જ્યારે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય છે ત્યારે કેટલાક લોકો દેશ છોડીને ભાગી જાય છે, જ્યારે યુપી સરકાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે છે.
સીએમ યોગીએ જણાવ્યું કે STF આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અત્યાર સુધી રાજ્યમાં 79 કેસ નોંધાયા છે, જેમાં કુલ 225 આરોપીઓ સામે કાર્યવાહી થઈ છે. તેમાંમાંથી 78 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 134 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અંતમાં તેમણે ચેતવણી આપતા કહ્યું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં અને જરૂર પડશે તો માફિયાઓ સામે બુલડોઝર કાર્યવાહી પણ કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel