અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિ ની બેઠકના બીજા દિવસે રવિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન પર વિચાર- મંથન કરવામાં આવ્યું. જેમા નિર્ણય કરવામાં આવ્યો કે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રામાનંદીય પરંપરામુજબ કરવામાં આવે. આ બાબતે ખૂબ જ જલ્દી સમિતિમાં સામેલ રામનગરીના સંતો સાથે એક બેઠક કરવામાં આવશે.
શ્રીરામ જન્મભૂમિ પથ સાથે ભક્તિપથ પર પણ સુવિધાઓ વિકસિત કરાશે
આ બેઠકમા પેહલી સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ નિર્માણાધીન મંદિર સહિત અન્ય યોજનાઓની વિશે માહિતી મેળવી. જેમા નક્કી કરવામાં આવ્યું કે, શ્રીરામ જન્મભૂમિ પરિસર સહિત મંદિરને જોડતા માર્ગો તેમજ શ્રીરામ જન્મભૂમિ પથ સાથે ભક્તિપથ પર પણ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.
ભીડને નિયંત્રણ કરવા તેમજ ભક્તોને સારી સુવિધા આપવા પર ભાર મુકવામાં આવશે: ડો. અનિલ મિશ્ર
તેમણે શ્રીરામ જન્મભૂમિ પથના નિરીક્ષણ દરમ્યાન કેનોપી તેમજ પ્રવેશદ્વારના નિર્માણ કાર્યોમાં ઝડપ વધારવા બાબતે સુચના આપવામાં આવી હતી. સાથે સાથે મંદિર પરિસરમાં બની રહેલા તીર્થયાત્રીઓ માટે બની રહેલા સુવિધા કેન્દ્રના નિર્માણમાં પણ ઝડપ વધારવા માટે સુચના આપી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રએ કહ્યુ હતું કે, ભીડને નિયંત્રણ કરવા તેમજ ભક્તોને સારી સુવિધા આપવા પર ભાર મુકવામાં આવશે.
શનિવારે કારસેવકપુરમમાં ધાર્મિક સમિતિની બેઠક પણ થઈ હતી
કારસેવકપુરમમાં જમીન લેવલિંગનું કામ પુરુ થઈ ચુક્યુ છે. હાલમાં ત્યા ટેન્ટ લગાવવામાં આવી રહ્યો છે. ભક્તોને રહેવા માટે, ખાવા માટે તેમજ ઈલાજ માટેની સંપુર્ણ વ્યવસ્થા કરવામા આવી રહી છે. શનિવારે કારસેવકપુરમમાં ધાર્મિક સમિતિની બેઠક પણ થઈ હતી. બેઠક પછી ટ્રસ્ટના અધિકારીઓએ રામકથા સંગ્રહાલયનું પણ નિરીક્ષણ કર્યુ હતું.