હવે એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાનને તેમના વકીલો સાથે મળવા દેવાઈ રહ્યા નથી. શુક્રવારે તેમના વકીલ શીરાજ અહેમદ અને ગોહર અલી ઈમરાન ખાનને મળવા માટે જેલમાં પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમને રોકી લીધા હતા અને મુલાકાત માટે પરવાનગી આપી નહોતી.
ગોહરઅલીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન એમ્બેસીના ગુપ્ત દસ્તાવેજો એક સભામાં જાહેર કરવાના મામલામાં તેમને અટકમાં લેવાયા છે. કોર્ટે આદેશ આપ્યો હોવા છતા અમને ઈમરાન ખાનને મળવા દેવાયા નથી. કોર્ટે તો ઈમરાન ખાનને તેમના પુત્રો સાથે વાત કરવા દેવાનો પણ આદેશ આપ્યો હતો. જેનુ પાલન પણ જેલના અધિકારીઓ કરી રહ્યા નથી.
ઈમરાનખાનની લિગલ ટીમને ગઈકાલે ઈમરાન ખાનના રીમાન્ડ તેમજ સાઈફર(ગુપ્ત દસ્તાવેજ)નો રેકોર્ડ આપવામાં આવ્યો છે. ઈમરાન ખાનના વકીલે આ રેકોર્ડની માંગણી કરી હતી અને આ અરજી કોર્ટે સ્વીકારી હતી.