Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો  ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

નડિયાદમાં પતંગની દોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો, મયુરી નામની ૨૫ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરી થી ગળું કપાયું, નડિયાદના વાણિયાવડ થી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની છે, યુવતી એક્ટિવા પર જઈ રહી હતી દરમ્યાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની છે. ચાઇનીઝ દોરી થી યુવતીનું ગળું કાપતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ યુવતીને સારવાર મળે એ પેહલાજ યુવતીનું મોત થયું છે.

નડિયાદ શહેરના ફતેપુરા રોડ પર રહેતી મયુરીબેન હંસરાજભાઈ સરગરા (ઉ.વ. ૨૫) વાણીયાવડ વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘરકામ કરતી હતી. સોમવારે સાંજે મયુરીબેન ફલેટના કામ પતાવીને પોતાના ઘરે એકિટવા લઇને જઇ રહ્યા હતા. દરમ્યાન વાણીયાવડથી ફતેપુરા તરફેના રોડ પર એકાએક તેણીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતાં ગળું કપાઇ ગયું હતું.ગળાની નસ કપાઇ જતા ચીસાચીસ સાથે લોહીલુહાણ હાલતમાં તેણી એકિટવા પરથી નીચે પટકાઇ હતી. દરમ્યાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત ગંભીર રીતે ઘાયલ મયુરીબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં તેણીનું કરુણ મોત નીપજયું હતું.જેના કારણે સરગરા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.