Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

કઠલાલ માં નવ વર્ષની બાળકી સાથે થયેલ શારીરિક અડપલા મામલે સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.

કઠલાલ માં નવ વર્ષની બાળકી સાથે થયેલ શારીરિક અડપલા મામલે સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.

કઠલાલ પંથકની એક શાળામાં એક નવું વર્ષની બાળકીને શાળાના શિક્ષક અખ્તર અલી સૈયદ દ્વારા શારીરિક છેડ-સાડ અડપલા કરવા મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આ ઘટનાને લઈ પંથકમાં ચકરાર મચી જવા પામી હતી.

આ સમગ્ર મામલે કઠલાલ સરપંચ એસોસિયન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં શિક્ષક દ્વારા માસુમ બાળકીને શારીરિક અડપલા છેડ- છાડ કરેલ છે અને આ શિક્ષક જગતને કલંકિત કરે તેવું કૃત્ય છે.

માસુમ બાળકીના પરિવારને ઘણું શોસવું પડે તેમ છે જેથી શિક્ષક અને કડકમાં કડક સજા થાય અને બાળકીના માતા પિતાને ઝડપી ન્યાય મળે તે બાબતે કઠલાલ સરપંચ એસોસિયન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર રાજદીપ ચૌહાણ(કઠલાલ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.