રાજ્ય મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરષોતમભાઈ સોલંકી દ્વારા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ને ૧૦૩ વિધાનસભા ક્ષેત્ર માં એક લાખ થી વધુની લીડ અપાવાનો કોલ ભાઈ વતી તેમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યો હતો .
ચૂંટણી ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બન્ને રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર નો ધમધમાટ વધી ગયો છે ત્યારે ભાવનગર ના મેઘાણી ઓડીટોરીયમ માં વિજય સંકલ્પ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૧૦૩ વિધાનસભા ક્ષેત્ર ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી દ્વારા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ને ભાઈના વિધાનસભા ક્ષેત્રમાં ભાવનગર ગ્રામ્ય માંથી ૧ લાખ થી વધુની લીડ મળશે તેવો કોલ આપવામાં આવ્યો હતો . અગાઉ ની લોકસભામાં ભાવનગર ગ્રામ્ય માંથી ૭૩૦૦૦ ની લીડ ડો. ભારતીબેન ને મળી હતી .
આ પ્રસંગે તળાજા ધારાસભ્ય આર સી મકવાણા , ભાવનગર પ્રભારી બ્રિજેશ મેરજા , ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ તેમજ અન્ય સંગઠન ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમ ની શરૂવાત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી .
બાઈટ : દિવ્યેશભાઈ સોલંકી
રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)