ખેડા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરમાં મધરાતથી ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ઠેરઠેર પાણી ભરાયાં છે, આ સાથે મુખ્ય માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો હતો.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી નીલકંઠ મહાદેવ જવાના મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. નડિયાદ નગરપાલિકાની ટીમ સ્થાનિક કાઉન્સિલરો ઘટનાસ્થળે દોડી આવ્યા અને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)












