ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ક્રીડા ભારતી દ્વારા ખેલ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત આજે દેશના અગ્રણી ક્રીડા રાજ્યોમાં સ્થાન પામી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં વિકસિત થતી આધુનિક ક્રીડા સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમો, ખેલાડીઓ માટે અમલમાં મૂકાયેલી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી. સાથે સાથે તેમણે ભવિષ્યમાં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોની માહિતી આપી હતી.
મા. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ક્રીડા જ્યોત – ખેલ વિશ્વ સાથે જોડાયેલ વિવિધ પાસાઓ ઉપરના ગહન અધ્યન અને લેખોના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અધિવેશન દરમિયાન આગામી ત્રણ વર્ષ માટેની કાર્યયોજના, વિવિધ રમતોના વિકાસ, તાલીમ માળખાંના વિસ્તરણ અને ગ્રાસરૂટ સ્તરે ખેલાડીઓની શોધ અને ઘડતર અંગે વિસ્તૃત ચર્ચા થવાની છે.
ઉદ્ઘાટન સત્રમાં વિશેષ અતિથી તરીકે ઓલિમ્પિક ખેલાડી ગોપાલ સૈની (પ્રમુખ, કીડા ભારતી), ચૈતન્ય કશ્યપ (કાર્યકારી અધ્યક્ષ, ક્રીડા ભારતી, કેબીનેટ મંત્રી, મધ્ય પ્રદેશ રાજ્ય), રાજ ચૌધરી, (મહામંત્રી, કીડા ભારતી), ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, ઉપપ્રમુખ કીડા ભારતી અને વિવેકભાઈ પટેલ – અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, ક્રીડા ભારતી, કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel