click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ
Gujarat

US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ

અમેરિકાની સરકારે વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ પાડી દીધી છે. તેના કારણે હવે એચ1-બી વિઝાધારકોના વિઝા રિન્યૂઅલની પ્રોસેસ અટકી પડી છે.

Last updated: 2025/12/26 at 6:58 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમેરિકાની સરકાર દ્વારા વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી અમલમાં મુકાતા H-1B વિઝા રિન્યૂઅલની પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે. આ નવી વ્યવસ્થાના કારણે H-1B વિઝાધારકોની અપોઈન્ટમેન્ટ મોટા પ્રમાણમાં રદ થઈ ગઈ છે અને વિઝા રિન્યૂ માટે છથી આઠ મહિના તો કેટલાય કેસમાં એક વર્ષ જેટલો વિલંબ થઈ રહ્યો છે. તેના કારણે ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને જે લોકો વિઝા રિન્યૂ માટે ભારત સહિત પોતાના દેશમાં આવી ગયા હતા, તેઓ હવે અમેરિકા પાછા કેવી રીતે ફરવું એ પ્રશ્ન સામે ઉભા છે. આ સ્થિતિને લઈને આજે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે.

H-1B વિઝાની સમસ્યા અંગે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઘણા ભારતીય નાગરિકોએ વિઝા શિડ્યુઅલ અને રિ-શિડ્યુઅલ સંબંધિત મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરી છે. જો કે વિઝા આપવાનો અધિકાર જે તે દેશનો હોય છે, તેમ છતાં ભારત સરકારે અમેરિકાના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવી પોતાની ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વિઝા અપોઈન્ટમેન્ટમાં થઈ રહેલા વિલંબના કારણે ભણતર, નોકરી અને પારિવારિક જીવન પર ગંભીર અસર પડી રહી છે અને ભારતીય નાગરિકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આ કારણે ભારત સરકાર અમેરિકન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે, જેથી ભારતીયોને થતી મુશ્કેલીઓ ઓછી કરી શકાય.

𝐌𝐄𝐀 𝐖𝐞𝐞𝐤𝐥𝐲 𝐌𝐞𝐝𝐢𝐚 𝐁𝐫𝐢𝐞𝐟𝐢𝐧𝐠

Govt of India has received several representations from Indian nationals who are facing delays with their visa. We have flagged these issues and concerns of our nationals to the US side: @MEAIndia spokesperson Randhir Jaiswal on… pic.twitter.com/Vh5ZIRjuom

— All India Radio News (@airnewsalerts) December 26, 2025

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે તાજેતરમાં નવું નોટિફિકેશન જાહેર કરીને દુનિયાભરના દૂતાવાસોને H-1B વિઝાની અપોઈન્ટમેન્ટ પાછળ ઠેલવાનો આદેશ આપ્યો છે. પરિણામે અમેરિકાની આઈટી કંપનીઓમાં કાર્યરત ભારત સહિત અનેક દેશોના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા H-1B વિઝાધારકોની વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે અથવા આગામી મહિનાઓમાં પૂરી થવાની છે. તેઓ વિઝા રિન્યૂ કરવા માટે પોતાના દેશમાં આવ્યા હતા અને દૂતાવાસમાં અપોઈન્ટમેન્ટ મેળવીને પ્રક્રિયા આગળ વધારવાની તૈયારીમાં હતા, પરંતુ અચાનક નોટિફિકેશન આવતા બધી જ અપોઈન્ટમેન્ટ રદ થઈ ગઈ છે. હવે કેટલાય લોકોને આવતા વર્ષના એપ્રિલ-મે અથવા તો નવેમ્બર-ડિસેમ્બર સુધીની નવી તારીખો આપવામાં આવી છે.

આ તઘલખી નિર્ણયના કારણે બે મોટી મુશ્કેલીઓ સર્જાઈ છે. એક તરફ, જે લોકો અપોઈન્ટમેન્ટ માટે પોતાના દેશમાં આવ્યા હતા તેઓ હવે ત્યાં જ ફસાઈ ગયા છે અને વિઝાની અવધિ પૂરી થતાં તેઓ ફરી અમેરિકા જઈ શકતા નથી. બીજી તરફ, જે લોકો હાલમાં અમેરિકા ખાતે છે તેઓ પણ અનિશ્ચિતતામાં મુકાયા છે, કારણ કે વિઝા સંબંધિત તપાસ થાય તો તેઓ મુશ્કેલીમાં પડી શકે છે અને દેશ છોડીને બહાર જવાની પણ શક્યતા નથી. ભારત સરકારે આ મુદ્દે અમેરિકા સમક્ષ રજૂઆત કરી હોવાથી હવે H-1B વિઝાધારકોને થોડી રાહત મળે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, america, American visa, Breaking news, H-1B વિઝા, india news, international news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Randhir Jaiswal, social media, top news channel, topnews, topnewschannelinindia, US વિઝા, અમેરિકા, અમેરિકા-ભારત, અમેરિકામાં H-1B વિઝા, ભારતીય વિદેશ મંત્રાલય, વિઝા, વિદેશ મંત્રાલય H-1B વિઝા, સોશિયલ મીડિયા વેરિફિકેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ક્રીડા ભારતીના રાષ્ટ્રીય ભારતીય અધિવેશનનું ઉદ્ઘાટન
Next Article લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?