આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજની મુલાકાત લીધી હતી.
છેલ્લા 80 કરતાં વધુ વર્ષોથી કપડવંજ પંથકમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર કપડવંજ કેળવણી મંડળ શિક્ષણ ઉપરાંત આરોગ્ય,રમતગમત સહિત સામાજિક સેવાઓ દ્વારા કપડવંજ પંથક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કપડવંજના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે કપડવંજ કેળવણી મંડળની સાથે રહી દાણી ફાઉન્ડેશનને પણ પોતાની તિજોરી ખુલ્લી મુકી સક્રિય પ્રયત્નો હાથ ધર્યા છે.
આ પ્રસંગે દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર વિતા દાણી, કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ.હરીશ કુંડલીયા ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે પેટ્રા સોર્લિંગે જણાવ્યું હતું કે કપડવંજ પંથક જેવા છેવાડાના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ જેવી રમતો ઉપલબ્ધ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો- ફાઉન્ડર વિતા દાણી દ્વારા કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ અને એથ્લેટ ડેવલોપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો.તેઓએ વતન કપડવંજ પ્રત્યે લાગણી દર્શાવી કપડવંજ કેળવણી મંડળની સાથે રહી કપડવંજમાં ખો ખો, કબડ્ડી, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો વિકસાવવા માટે દાણી ફાઉન્ડેશનની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.ખાસ કરીને ટેબલ ટેનિસ અને ફૂટબોલમાં મહત્વ છે તેઓએ તેમના કૌટુંબિક વતન કપડવંજ પ્રત્યે લગાવ રાખીને આ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને તે માટે ખર્ચની કોઈ જ સીમા રાખવામાં આવી નથી.
કપડવંજમાં સ્થપાયેલ, કપડવંજ કેળવણી મંડળે શિક્ષણ, આરોગ્ય,સંભાળ, રમતગમતની તાલીમ, કૌશલ્ય વિકાસ,કલા અને સંસ્કૃતિને વધારવા માટે સમર્પિત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે.એક શિક્ષક અને ૨૦ વિદ્યાર્થીઓ સાથે તેની શરૂઆત કરવામાં આવશે.
કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડો.હરીશ કુંડલીયાના જણાવ્યા અનુસાર કપડવંજ અને આસપાસના વિસ્તારોના દરેક કુટુંબને પરવડે તેવા શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને આજીવિકા કાર્યક્રમો સાથે પ્રભાવિત કરવાના વિઝન દ્વારા પ્રેરિત છે.
પેટ્રા સોર્લિંગની મુલાકાતથી પ્રદેશમાં રમત-ગમતના વિકાસને વધુ મળશે.ઉપરાંત તે ગુજરાતમાં સામાજિક અને સામુદાયિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે. કપડવંજ કેળવણી મંડળ કેવી રીતે તેના કાર્યક્રમો અને સુવિધાઓ માત્ર રમતને જ નહીં પરંતુ તમામ સ્તરે સમુદાયના એન્ગેજમેન્ટ અને સહભાગિતાને પણ પ્રોત્સાહન આપે છે.ઇવેન્ટમાં એ રજૂ કરવામાં આવ્યું હતું
આ વિઝીટની સેન્ટ્રલ થીમ ‘ટીટી ફોર ઓલ’ (ટેબલ ટેનિસ ફોર ઓલ) ઇનિશિએટિવ હતી.આમાં વય, લિંગ અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમુદાયના તમામ વર્ગો માટે ટેબલ ટેનિસને સુલભ બનાવવાનો સમાવેશ થાય છે.આનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો હતો કે કપડવંજ કેળવણી મંડળ આ સર્વ સમાવેશક અભિગમને કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે.સહભાગિતામાં આવતા અવરોધોને દૂર કરીને દરેકને રમત સાથે જોડાવા અને તેનો લાભ મેળવવાની તક છે તેની ખાતરી આપી હતી.ઇવેન્ટમાં વ્યાપક સામાજિક ઉદ્દેશ્યોને આગળ વધારવામાં ટેબલ ટેનિસની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા, સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપવા અને યુવાનો માટે રચનાત્મક આઉટલેટ પ્રદાન કરવાના સાધન તરીકે રમતનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસમાં સ્પોર્ટમેનશિપ, ડિસિપ્લિન અને ટીમ વર્કના સિદ્ધાંતો વ્યક્તિગત વિકાસ અને સામુદાયિક એકતામાં કેવી રીતે ફાળો આપી શકે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ વિઝીટથી ભવિષ્યની પહેલ અને સહયોગ માટે મિશાલ સ્થાપવાની અપેક્ષા છે. ટેબલ ટેનિસ રમતને
કેવી રીતે આગળ વધારી શકાય તેની ચર્ચા કરવાની અને યોજના બનાવી હતી.માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સંભવિતપણે એક મોડેલ તરીકે કે જે અન્ય પ્રદેશોમાં પણ અપનાવી શકાય છે.