Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા ખેડા વડા મથકે સ્વતંત્રતા દિનની ઉજવણી

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ઘ્વારા ખેડા વડા મથકે સ્વતંત્રતા દિનની ઉજવણી

૭૮મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ખેડા મથકમા સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા (ખેડા ) ખાતે કરવામાં આવી. સર્વપ્રથમ પ. પૂ. શ્રીજી સ્વામી ના વરદ હસ્તે ધ્વજ ફરકાવેલ અને સૌ ઉપસ્થિતોએ સલામી આપીને સમૂહમાં રાષ્ટ્રગીત નુ ગાન કરવામાં આવેલ. ગુરુકુળના શ્રીજી સ્વામી, આચાર્ય જીગ્નેશભાઈ પટેલ અને ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતના પ્રમુખ જયદીપભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.. ગુરુકુળના વિદ્યાર્થીઓ સ્વતંત્રતા દિન નિમિત્તે વિવિધ ક્રાંતિવીરો પર વક્તવ્ય અને કલાકૃતિ રજુ કરીને સૌ શ્રોતા ને મંત્ર મૃગ્ધ કરી દીધેલ.

આ પ્રસંગે ગુરુકુળના સ્વામીઓ, પ્રમુખ જયદીપ પટેલ, મંત્રી અનિલ ટીમ્બડીયા, ટ્રસ્ટી અને પાસ્ટ પ્રેસિડેન્ટ મધુસુદન પટેલ, ભૂ. પૂ પ્રમુખ મા દિપક શાહ, સુધીરભાઈ યાજ્ઞિક, રાકેશભાઈ ઠક્કર કારોબારી સભ્યોમા અમિત સોની, અનિલ પરીખ, લેડીઝ વિંગ પ્રમુખ જલ્પા પટેલ, શાળા આચાર્ય જીજ્ઞેશ પટેલ, શિક્ષકગણ, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.