ભારત સરકારે બાસમતી સિવાયના તમામ પ્રકારના ચોખાની નિકાસ પર બેન મુકી દીધો છે અને તેની અસર અમેરિકામાં દેખાઈ રહી છે. પ્રતિબંધની જાણકારી મળ્યા બાદ હવે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોએ ચોખાની સંઘરાખોરી શરુ કરી દીધી છે.
જેને લગતો એક વિડિયો પણ સામે આવ્યો છે.જેમાં એક શોપિંગ મોલમાં જાણે ચોખા ખરીદવા હોડ જામી હોવાનુ અને ભારતીયો થેલા ભરી ભરીને ચોખા લઈ જતા હોવાનુ દેખાઈ રહ્યુ છે.
⛔️ Hoarding happens in US too!
Rice export ban from India triggers chaos pic.twitter.com/7zZR7lHrFR
— Kreately.in (@KreatelyMedia) July 21, 2023
ભારત સરકારનુ કહેવુ છે કે, બાસમતી સિવાયના ચોખાની નિકાસ પર બેન લગાવાયો છે. જોકે કેટલીક શરતો હેઠળ તેને નિકાસ કરવાની છુટ આપવામાં આવશે. અમેરિકામાં રહેતા ભારતીયો આ સાંભળીને હવે ચોખાનો સ્ટોક કરવા માટે દોડધામ કરી રહ્યા છે. જેના કારણે ભારતીય ચોખાની કિંમતમાં રાતોરાત વધારો થઈ રહ્યો છે.
આમ તો ભારતની જાહેરાત બાદ દુનિયાના ઘણા દેશો ચિંતામાં છે પણ અમેરિકામાં તેની અસર વધારે પડતી દેખાઈ રહી છે. અમેરિકામાં હવે સંખ્યાબંધ ભારતીય દુકાનોએ એક વ્યક્તિ દીઠ એક ગુણ જ ચોખા મળશે તેવા બોર્ડ મારવા માંડ્યા છે. ઘણી દુકાનો પર ચોખાની કિંમત 22 ડોલરથી વધીને 47 ડોલર થઈ ગઈ છે.
પ્રતિબંધના કારણે ભારતમાંથી થતી ચોખાની નિકાસમાં 80 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે ભારતમાં ચોખાની કિંમત ઓછી થઈ શકે છે પણ દુનિયાભરમાં તેની કિંમતોમાં ઉછાળો આવી શકે છે.
ભારતમાં અત્યારે જ્યાં ડાંગરનો પાક લેવાય છે તેવા વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હોવાથી ચોખાના ભાવમાં 10 દિવસમાં 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતના નિર્ણયથી વિયેતનામથી આવતા ચોખા પણ અમેરિકામાં મોંઘા થઈ રહ્યા છે.