ભારતે પાકિસ્તાન અને ચીન બંને મોરચે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા શ્રીનગરમાં પર અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા છે. આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | J&K: MiG-29 fighter aircraft deployed in Srinagar replacing the MiG-21 fighter jets at the base. pic.twitter.com/xwCJl28ad4
— ANI (@ANI) August 12, 2023
મિગ-21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કર્યા
ભારતે પુલવામા હુમલા બાદ વર્ષ 2019માં બાલાકોટમાં હવાઈ હુમલો કરીને ઘણા આતંકવાદી ઠાર કર્યા હતા. આ હુમલાથી ગુસ્સે થઈને પાકિસ્તાને તેના F-16 ફાઈટર જેટ્સ વડે ભારતમાં હવાઈ હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો, જેનો ભારતના મિગ-21 ફાઈટર જેટ્સ દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. હવે ભારતીય વાયુસેનાએ શ્રીનગર એર બેઝ પર આ મિગ-21 એરક્રાફ્ટની જગ્યાએ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કર્યા છે.
નવા મિગ 29 તૈનાત કરવામાં આવ્યા
આ વર્ષે જાન્યુઆરીમાં કાશ્મીર ઘાટીમાં આધુનિક એડવાન્સ્ડ મિગ-29 યુપીજી એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા હતા. હવે અદ્યતન મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન કાશ્મીર ઘાટીના નવા તારણહાર બની ગયા છે. ભારતીય વાયુસેનાના મોટાભાગના મિગ-ક્લાસ એરક્રાફ્ટને તબક્કાવાર દૂર કરવામાં આવ્યા હોવા છતાં, મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રનમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેણે તેની લડાયક ક્ષમતામાં વધારો કર્યો છે.
India deploys MiG-29 fighter jets squadron at Srinagar to handle threats from enemies on both fronts
Read @ANI Story | https://t.co/mJPnF49Ibb#India #Srinagar #MiG29 #fighterjet pic.twitter.com/Ja2ZzclOeZ
— ANI Digital (@ani_digital) August 12, 2023
આ ફાઈટર જેટ્સની અદ્યતન ટેક્નોલોજી સજ્જ
ભારતીય વાયુસેનાના પાયલટ સ્ક્વોડ્રન લીડર વિપુલ શર્માએ જણાવ્યું કે, ‘શ્રીનગર કાશ્મીર ખીણની મધ્યમાં આવેલું છે અને તેની ઊંચાઈ મેદાની વિસ્તારોથી વધુ છે. સરહદની નજીક હોવાને કારણે ઓછા સમયમાં વધુ સારી પ્રતિક્રિયા આપી શકે તેવું વિમાન હોવું વ્યૂહાત્મક રીતે યોગ્ય છે. મિગ-21થી મિગ-29ને અલગ પાડતી બીજી બાબતમાં આ ફાઈટર જેટ્સની અદ્યતન ટેક્નોલોજી સજ્જ છે. મિગ-21ની સરખામણીમાં મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રનના ઘણા ફાયદા છે. જો કે, મિગ-21 સ્ક્વોડ્રનને ઓછું આંકી શકાય તેમ નથી, જેણે કાશ્મીર ખીણમાં વર્ષોથી સફળતાપૂર્વક તેની ફરજો બજાવી છે અને 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક પછી PAFના F-16 ને તોડી પાડવા, પાકિસ્તાની આતંકવાદી છાવણીઓને બોમ્બ ફેંકવામાં સફળ રહ્યા છે. મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન એ બાબતમાં વધુ સારું છે કે અપગ્રેડ કર્યા પછી તે ખૂબ જ લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલો અને હવા-થી-જમીન શસ્ત્રોથી સજ્જ છે.