કતારની અલ દાહરા કંપનીમા કામ કરતા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ સૈનિકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવતા ભારતનું વિદેશ મંત્રાલય આશ્ચર્ય ચકિત થઈ ગયું છે. વર્ષ 2022ની સાલમાં આ તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને સજા સંભળાવી દેવામાં આવી હતી, જો કે અત્યાર સુધી ભારતને આ તમામના ગુના વિશે જણાવવામાં આવ્યુ ન હોવાની વિગતો સામે આવી રહી છે.
એક સાથે આઠ ભારતીયોને ફાંસીની સજા સંભળાવવાથી વિદેશ મંત્રાલય એક્શનમા આવી ગયું છે અને 8 પૂર્વ સૈનિકોને સંભળાવવામાં આવેલી સજા બાદ તેમના દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે સરકાર તમામ પ્રકારના વિકલ્પોને વિતારી રહી છે. જાણવા મળી રહ્યું છે તે મુજબ ભારત આ કેસમાં ઈટાલિયન મરીન કેસની થિયરી વાપરી શકે છે.
આ એ કેસ હતો કે જેમા ભારત ઈન્ટરનેશનલ લો, મેરીટાઈમ ઝોન એક્ટ 1976, IPC અને UNCLOS 1982 હેઠળ લડ્યું હતું. કતારમાં તેના ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને બચાવવા માટે ભારત UNCLOS અને અન્ય આંતરરાષ્ટ્રીય કાયદાઓની પણ મદદ લઈ શકે છે.
જાણી લઈએ કે UNCLOS 1982 શું છે?
UNCLOS નો અર્થ છે સંયુક્ત રાષ્ટ્ર મેરીટાઇમ લો ટ્રીટી છે કે જે 1982માં અમલી બન્યું હતું અને આંતરરાષ્ટ્રિય સંધીના ભાદરૂપે વિશ્વના સમુદ્રના ઉપયોગ માટેનું માળખુ પુરૂ પાડે છે જે ખાસ નિયમો તળે હોય છે. દેશોના સાર્વભૌમત્વ, અધિકારોના નિર્ધારણ અને મેરીટાઇમ ઝોનના ઉપયોગ અને દેશોના નૌકા અધિકારો સંબંધિત બાબતો માટેની જોગવાઈઓ પણ તેમાં કરવામાં આવેલી છે.
વાત ઇટાલિયન મરીન્સ કેસ વિશેની
આ વાત વર્ષ 2012ના સમયની છે કે જ્યારે 2 ભારતીય માછીમારોની હત્યા ઈટાલિયન મરીન દ્વારા દરિયા કિનારે કરી નાખવામાં આવી હતી. આ મામલાને UNCLOS હેઠળ ઉકેલવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તેને ઈટલીએ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી સમક્ષ લઇ ગયા પરંતુ ટ્રિબ્યુનલે ભારતના મરીન સામે પેન્ડિંગ તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી મામલો પીસીએ સમક્ષ ગયો.
કોને કોને સજા ફટકારવામાં આવી છે?
કતારમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ તમામ લોકો કતારની અલ દહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારની સેનાને ટ્રેનિંગ આપતી હતી. તે બધા કતારના અમીરાતી નેવલ ફોર્સમાં ઇટાલિયન U212 સ્ટીલ્થ સબમરીનને સામેલ કરવાના મામલાની તપાસ કરી રહ્યા હતા. 30 ઓગસ્ટે જ્યારે તે ભારત પરત આવ્યા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
કેસમાં ક્યારે શું થયું ?
- અલ દાહરા કંપનીમાં કામ કરતા 8 પૂર્વ મરીન સેનિકોને કેદ થઈ અને દોહામાં ભારતના રાજદૂત અને ડેપ્યુટી ચીફ ઓફ મિશન આઠ મરીનને મળ્યા હતા.
- કંપનીના CEO ખામિસ અલ અજમી આ લોકોના જામીન માટે પહોંચ્યા તો તેમની પણ ધરપકડ કરી લઈને એકાંતવાસમાં 2 મહિના માટે ધકેલી દેવામાં આવ્યા જો કે બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા.
- ત્યારબાદ માર્ચ 2023માં નેવી સૈનિકો દ્વારા જામીન અરજીઓ પણ કરવામાં આવી હતી જેને ફગાવી દેવામાં આવી હતી.
- માર્ચ મહિનામાં 8 લોકો સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો અને કતાર કાયદા મુજબ તેમની સામે કેસ દાખલ કરી દેવામાં આવ્યો
- મે મહિનામાં અલ દહરા ગ્લોબલ દ્વારા કંપની જ બંધ કરી દેવામાં આવતા તેમના કર્મચારીઓ ભારત પરત ફરી ગયા
- કત્તારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ મરીન સૈનિકોને 11 મહિના પછી એકાંતવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા, 26 ઓક્ટોબરે આ તમામ 8 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી