ભારતે ચીનની સરહદે આવેલી LAC (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર દસ હજાર વધારાના સૈનિકો તૈનાત કરવાનો મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પશ્ચિમી સરહદ પર તૈનાત આ 10 હજાર સૈનિકોને ચીન સાથેની ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશની 532 કિલોમીટર લાંબી સરહદ પર તહેનાત કરવામાં આવશે. ભારતના આ નિર્ણયથી ચીન સ્તબ્ધ થઈ ગયું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે શુક્રવારે કહ્યું હતું કે સરહદ પર ભારત દ્વારા વધારાના સૈનિકોની તહેનાતીથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થશે નહીં. નિંગે કહ્યું કેસરહદી વિસ્તારોમાં બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ જરૂરી છે. નોંધનીય છે કે 2020ના ગલવાન સંઘર્ષ બાદથી ભારતે ચીન સાથે 21 રાઉન્ડની – વાતચીત કરી છે પરંતુ આ દિશામાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી.
તિબેટ સરહદ પર વધારાની તહેનાતીનાં બે મોટાં કારણો
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટોડાણ: હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ, ચીનના કબજા હેઠળના તિબેટની
સરહદે આવેલાં રાજ્યોમાં છેલ્લાં દસ વર્ષમાં મોટા પાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ કરવામાં આવ્યું છે. આમાં ઓલ વેધર રોડ, મોટા ડેમ અને પુલ-ટનલનો સમાવેશ થાય છે. આગામી સમયમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.
ટૂરિસ્ટ સર્કિટઃ હિમાચલ-ઉત્તરાખંડને ધાર્મિક પ્રવાસી સર્કિટ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. આ માટે ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેથી બંને રાજ્યોની સરહદ પર વધારાની તકેદારી જરૂરી છે.
ઉ. ભારત યુનિટ ફાઇટિંગ કમાન્ડ, વધુ 3 ડિવિઝન ઉમેરાઈ શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર બરેલીનું મુખ્ય મથક ઉત્તર ભારત (UB) યુનિટ હવે લડાઈ કમાન્ડમાં ફેરવાઈ રહ્યું છે. UB એ શાંતિ સમયના સ્થાન અને તાલીમ એકમ તરીકે સેવા આપી હતી. હાલમાં તેની પાસે 18 હજાર સૈનિકો સાથે ત્રણ ડિવિઝન છે. એવું કહેવાય છે કે લડાઈ કમાન્ડ પછી ડિવિઝન વધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદોના ઉકેલ માટે અત્યાર સુધી 21 રાઉન્ડની વાટાઘાટો થઈ ચૂકી છે. જો કે તેમાં ધારી સફળતા પ્રાપ્ત થઈ નથી. એલએસી પર કાયમી શાંતિ માટે બન્ને દેશના સૈન્ય દ્વારા પીછેહઠ કરવામાં આવે એ માટે આ મંત્રણાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બેઠક યોજાઈ હોવા છતાં નક્કર પરિણામ મળ્યું નહોતું.