ICAI દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયએટ પરીક્ષાના 2024ના પરિણામો એકસાથે આજે જાહેર કરી દેવામાં આવ્યા. તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ICAI દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઈનલની મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રૂપ 1માં 20479 અને ગ્રૂપ 2માં 21408 અને બંને ગ્રૂપમાં 7122 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પાસ કરવામાં આવ્યા છે.
Important Announcement – CA. Ranjeet K. Agarwal, President with CA. Charanjot Singh Nanda, Vice President along with ICAI Exam Committee Members signed the result of Chartered Accountants Final and Intermediate Examinations held in May 2024 at Delhi today!#ICAIat75 #ICAIResults pic.twitter.com/E4mBVQ5R7d
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) July 11, 2024
CA ફાઈનલમાં કોણે ટોપ કર્યું
ICAI દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર સીએ ફાઈનલ મે 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા (રોલ નંબર 125642) 500 (83.33%) માર્ક્સ સાથે ટોપર્સ રહ્યો છે. તેના પછી દિલ્હીની વર્ષા અરોડા 480 (80.00%) માર્ક્સ સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 (79.5%) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.
CA ઈન્ટરમીડિયેટમાં કોણે ટોપ કર્યું?
આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ મે 2024ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે 538 (89.67%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે. તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ 526 (87.67%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ 519 (86.50%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.
CA ઈન્ટરમાં 44 હજાર સફળ
સીએ ઈન્ટરમીડિયેટ મે 2024ની પરીક્ષાઓના ગ્રૂપ 1માં 31978 અને ગ્રૂપ 2માં 13008 વિદ્યાર્થીઓ, જોકે બંને ગ્રૂપમાં 11041 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાસ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ icai.nic.in પરથી જાણી શક્શે.