હાલ ભારત સહીત વિશ્વના અનેક દેશો કેન્સર અને HIVના વધતાં જતાં કેસોને લઈ ચિંતિત છે. આ દરમિયાન હવે કાનપુર IITથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IIT કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લાની ટીમે કોષોમાં મળી આવતા ડફી એન્ટિજેન રીસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી છે. જે કેન્સર, મેલેરિયા અને HIV જેવા વિવિધ રોગો માટે જવાબદાર પરિબળોના પ્રવેશ માટે દરવાજાની ભૂમિકા નિભાવે છે. આ તરફ હવે આની ઓળખ કરીને હવે રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવવાના ઉપાયો કરી શકાય છે.
IITની આ શોધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિક SAIL દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. પ્રોફેસર શુક્લાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાના કેટલાક લોકોમાં ડફી એન્ટિજેન રીસેપ્ટર જોવા મળતું નથી આ માહિતીના આધારે ભવિષ્યમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, કેન્સર અથવા અન્ય જીવલેણ રોગોના ચેપને મનુષ્યના કોષોમાં પ્રવેશતા કેવી રીતે અટકાવી શકાય.
A research team led by Prof. Arun K. Shukla of the BSBE Dept., has made a significant scientific breakthrough with the first-ever visualization of the complete structure of the Duffy antigen receptor. This receptor protein, found on the surface of red blood cells and other cells… pic.twitter.com/2J6Jc3DFuf
— IIT Kanpur (@IITKanpur) August 1, 2024
માનવ શરીરના લાલ રક્ત કોશિકાઓ અને અન્ય કોષોની સપાટી પર જોવા મળતું ડફી એન્ટિજેન રીસેપ્ટર પ્રોટીન કોષમાં પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. મેલેરિયા પરોપજીવી, પ્લાઝમોડિયમ વિવેક્સ અને બેક્ટેરિયમ, સ્ટેફાયલોકોકસ ઓરિયસ જેવા વિનાશક પેથોજેન્સ દ્વારા ચેપને અવરોધે છે. પ્રોફેસર શુક્લાએ કહ્યું કે, ડફી એન્ટિજેન રીસેપ્ટરના રહસ્યો જાણવા માટે ઘણા વર્ષોથી સમગ્ર વિશ્વમાં સંશોધન ચાલી રહ્યું છે. આ માહિતી નવી એન્ટિબાયોટિક્સ અને એન્ટિમેલેરિયલ્સ સહિતની અદ્યતન દવાઓ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
સંશોધન ટીમે ડફી એન્ટિજેન રીસેપ્ટરની જટિલ રચનાને ઉજાગર કરવા માટે અત્યાધુનિક ક્રાયોજેનિક-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીનો ઉપયોગ કર્યો હતો. આ દ્વારા ડફી રીસેપ્ટરની વિશિષ્ટ માળખાકીય વિશેષતાઓ વિશે નવી માહિતી મેળવવામાં આવી હતી અને તેને માનવ શરીરમાં સમાન રીસેપ્ટર્સથી અલગ કરી શકાય છે.
This remarkable achievement by our team of researchers is one more laurel in IIT Kanpur’s crown of achievements, pushing the boundaries of scientific knowledge. The success of this research will enhance our understanding of infectious diseases and help develop therapies for… https://t.co/IQebblvnEo
— Director, IIT Kanpur (@Director_IITK) August 1, 2024
IIT કાનપુરના ડાયરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે આ સિદ્ધિ બદલ સંશોધન ટીમને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે તેનાથી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
જાણો કોણ કોણ સામેલ હતું આ ટીમમાં ?
સંશોધન ટીમમાં શીર્ષા સાહા, જગન્નાથ મહારાણા, સલોની શર્મા, નસરાહ ઝૈદી, અન્નુ દલાલ, સુધા મિશ્રા, મણિશંકર ગાંગુલી, દિવ્યાંશુ તિવારી, રામાનુજ બેનર્જી અને IIT કાનપુરના પ્રો. અરુણકુમાર શુક્લ સામેલ હતા.