Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે જ્યારે આપણા બાળકો ગટરમાં પડી જાય છે : પાક. સાંસદનો આક્રોશ

ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે જ્યારે આપણા બાળકો ગટરમાં પડી જાય છે : પાક. સાંસદનો આક્રોશ

ધી મુત્તાહીદા કૌમી મુવમેન્ટ-પાકિસ્તાન (એમક્યુએમ-પી)ના નેતા, સૈયદ મુસ્તફા કમાલે પોતાનો આક્રોશ ઠાલવતાં પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદમાં કહ્યું હતું કે ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે, જ્યારે આપણાં કરાંચીમાં બાળકો ખુલ્લી ગટરમાં પડી જાય છે.

એમ.ક્યુએમ-પીના નેતાએ પાકિસ્તાનની સંસદમાં વધુમાં જણાવ્યું હતું કે સિંધમાં ૭૦ લાખ બાળકો શાળાએ જઇ શક્તાં નથી, અને સમગ્ર પાકિસ્તાનમાં મળી, ૨.૬ કરોડ બાળકો શાળાથી વંચિત રહ્યાં છે.

કાગળ ઉપર જણાવાયું છે કે આપણા દેશમાં ૪૮,૦૦૦ શાળાઓ છે. પરંતુ તે પૈકી ૧૧,૦૦૦ શાળાઓ તો ‘ભૂતીયા-શાળાઓ’ (બનાવટી શાળાઓ છે, સિંધમાં ૭૦ લાખ બાળકો શાળાએ જતાં નથી. સમગ્ર દેશમાં ૨ કરોડ ૬૨ લાખ બાળકો શાળાએ જતાં નથી. જો આપણે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો દેશના નેતાઓ સરખી ઊંઘ નહીં લઇ શકે. તેમ પણ આ એમક્યુએમના નેતાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે ભારતે ઓગસ્ટ-૨૦૨૩માં ચંદ્રયાન-૩ ચંદ્ર ઉપર મોકલ્યું. ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર જનારૃં વિશ્વનું તે પહેલું યાન બની રહ્યું છે. જ્યારે પાકિસ્તાન, આર્થિક મંદી, ફુગાવાના ઊંચા દર અને વધતાં જતાં દેવાં નીચે દબાઈ રહ્યું છે. હવે તે આઈએમએફ પાસે એક્સટેન્ડેડ ફંડ ફેસીલીટી નીચે નવી લોન માગી રહ્યું છે.

આ ગ્લોબલ લેન્ડર (વૈશ્વિક ધીરનાર)ની ટીમ પાકિસ્તાન આવી છે અને ખર્ચાઓ ઉપર કડક અંકૂશો રાખવા જણાવી રહી છે. તેમ પણ આ સાંસદે સૌની આંખ ઊઘાડતાં કહ્યું હતું.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.