સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલ-હમાસ યુદ્ધને તાત્કાલીક રોકવા માટે જોર્ડન દ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવથી ભારત દૂર રહ્યું, તેમ છતાં જૉર્ડનને વિશ્વાસ છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતનો રોલ મહત્વનો રહેશે.
જૉર્ડન દ્વારા રજુ કરેલા પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાનથી ભારતના દૂર રહેવાના અમુક દિવસો બાદ દિલ્હીમાં અમ્માનના રાજદૂત મોહમ્મદ અલ કાયદાએ કહ્યું કે ભારતનો કોલ એક સંપ્રભુ નિર્ણય હતો અને જૉર્ડન તેનું સન્માન કરે છે. આટલું જ નહીં, જૉર્ડનનું કહેવું છે કે ભવિષ્યમાં ભારત બન્ને પક્ષોની વચ્ચે મોટી ભુમિકા નિભાવી શકે છે.
ભારતે પ્રસ્તાવથી દૂર રહેવાનો કર્યો નિર્ણય
જૉર્ડનના રાજદૂત મોહમ્મદ અલ કાયદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતે ભવિષ્યમાં બન્ને પક્ષોની ભુમિકા નિભાવવા માટે વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવાના કારણે પ્રસ્તાવથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.
હકીકતે ગયા અઠવાડિયે ભારતે આ પ્રસ્તાવ પર મતદાન નથી કર્યું. જેમાં 7 ઓક્ટોબરે હમાસ કે હમાસના હુમલા વખતે બંધક બનાવવામાં આવેલા ઈઝરાયલિયોનો ઉલ્લેખ ન હતો. તે પ્રસ્તાવના પક્ષમાં 120 વોટ પડ્યા વિપક્ષમાં 14 વોટ પડ્યા જ્યારે 45 દેશ અનુપસ્થિત રહ્યા.
હિતો અનુસાર નિર્ણય
જૉર્ડનના રાજદૂત મોહમ્મદ અલ કાયદાએ કહ્યું, “અમે સારી રીતે સમજીએ છીએ કે દરેક દેશ પોતાના હિતો અનુસાર નિર્ણય કરે છે. આ ભારતનો નિર્ણય છે અને અમે તેમાં હસ્તક્ષેપ નહીં કરીએ.”
તેમણે કહ્યું, જૉર્ડન પણ માને છે કે ભારત આંતરરાષ્ટ્રીય મુદ્દામાં ખૂબ સક્રિય રૂતે શામેલ થઈ રહ્યા છે અને યુદ્ધ સમાપ્ત કરવામાં સકારાત્મક ભુમિકા નિભાવી શકે છે. તેમણે કહ્યું હવે દુનિયામાં એક ઉભરતી શક્તિના રૂપમાં અને જી20 અને વોયસ ઓફ ગ્લોબસ સાઉથ સમિટ જેવી પહેલ બાદ ભારત એક મોટી ભુમિકા નિભાવી શકે છે.