સ્ટેલ્થ વિમાનો સામે પણ સજ્જ ભારતીય હવાઈ દળ! IAFએ સફળતાપૂર્વક ટ્રેક કર્યું બ્રિટનનું F-35B યુદ્ધ વિમાન
ભારતીય હવાઈ દળે તાજેતરમાં હવાઈ સુરક્ષા માટેની પોતાની ક્ષમતાઓમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવાઈ દળના રડાર અને કમાન્ડ સિસ્ટમ્સે બ્રિટનના અદ્યતન F-35B “સ્ટેલ્થ” યુદ્ધ વિમાનને સફળતાપૂર્વક ઓળખી તેનું ટ્રેકિંગ કર્યું.
આ ઘટના 14 જૂને તિરુવનંતપુરમ નજીક બની હતી, જ્યારે બ્રિટિશ વિમાનવાહક જહાજ HMS Prince of Wales પરથી ઉડાન ભરનાર F-35B વિમાને ઈંધણ ખૂટી જવાથી તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે વિમાન ભારતીય હવાઈ સીમાની બહાર સામાન્ય ઉડાનમાં હતું, ભારતીય હવાઈ દળની ઈન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (IACCS) દ્વારા તેને ઝડપથી ઓળખી લેવામાં આવ્યું.
IAFએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર જણાવ્યું હતું કે IACCS દ્વારા વિમાનને ઓળખી તેનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને તિરુવનંતપુરમ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી. ત્યારબાદ IAF દ્વારા વિમાનના સમારકામ અને વિમાની દળને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.
F-35B યુદ્ધ વિમાન પાંચમી પેઢીના “સ્ટેલ્થ” વિમાનોમાં ગણે છે, જે રડારથી બચી જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આવા વિમાનોને ટ્રેક કરી શકે તેવી ક્ષમતા ધરાવતું રડાર સિસ્ટમ હોવી એ ભારત માટે એક ઐતિહાસિક સફળતા છે.
IAFની સિસ્ટમ: IACCS એટલે શું?
IACCS એ ભારતીય હવાઈ દળનું એક બહુવિસ્તૃત નેટવર્ક છે, જેમાં રડાર, સેટેલાઈટ્સ, એવિએશન સેન્સર્સ અને કમાન્ડ સેન્ટર્સ સામેલ છે. આ સિસ્ટમ ભારતના તમામ હવાઈ ક્ષેત્રોની નજર રાખે છે અને હવાઈ ખતરાઓ સામે ઝડપથી પ્રતિસાદ આપવા સક્ષમ છે.
વિશ્વ માટે સંદેશ:
આ ઘટનાથી સ્પષ્ટ છે કે ભારત હવે “સ્ટેલ્થ” ટેકનોલોજી સામે પણ રક્ષણ માટે સજ્જ છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશો માટે આ સંદેશ છે કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ હવે વધુ આધુનિક અને જવાબદારીથી ચાલતી બની ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel