દુનિયાની 800 કરોડની આબાદીમાં ભારત- ચીનની જનસંખ્યા જ 285 કરોડ છે. પરંતુ આપણા દેશમાં અડધીથી વધારે સંખ્યા જુવાન છે. ત્યા ચીન, જાપાન અને અમેરિકાનું કોઈ સ્થાન નથી. આજે વર્લ્ડ પોપ્પુલેશન દિવસ આવો જાણીએ કે જનસંખ્યાથી જોડાયેલ આ પાંચ મહત્વની જાણકારી.
1. આબાદીમાં ભારત નંબર વન
UNFPA એ આપેલા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં ભારતે જનસંખ્યા મામલે ચીનને પાછળ પાડી દીધુ છે. રિપોર્ટ પ્રમાણે ભારતની આબાદી ચીન કરતા 29 લાખ વધારે થઈ ગઈ છે. ચીનનું પોપ્યુલેશન142.57 કરોડ છે જ્યારે ભારતનું 142.86 કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણના અનુમાન પ્રમાણે 2100 સુધી ભારતની આબાદી 1.5 અરબને પાર કરી જશે.
2. ભારતની અડધી વસ્તી યુવાન
ભારત દુનિયાનો સૌથી જવાન દેશ છે અને આગામી 50 વર્ષ સુધી સૌથી યુવાન રહેવાનો ખિતાબ પણ આપણી પાસે રહેશે. યુએનના એક રિપોર્ટ પ્રમાણે ભારતની અડધી વસ્તીની ઉંમર 25 થી 64 વર્ષ છે. 40 ટકા વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે. દેશમાં વૃદ્ધોની સંખ્યા માત્ર 7 ટકા જ છે. આ પ્રમાણે જોઈએ તો ભારતની વસ્તીની સરેરાશ ઉંમર લગભગ 28 વર્ષ છે. જ્યારે ચીનની 39. અમેરિકાની 38 અને જાપાનની 40 વર્ષ છે.
3. ભારતની વસ્તી ક્યારે અને કેટલી વધી?
ભારતની આઝાદી પછી એટલે કે વર્ષ 1951 માં ભારતની વસ્તી માત્ર 36.1 કરોડ હતી. તેના પછીના 30 વર્ષમાં તે 68.3 કરોડ થઈ ગઈ. યુએનના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 70 વર્ષમાં ભારતની વસ્તીમાં લગભગ એક અબજનો વધારો થયો છે. જો કે, ચિંતા જેવી કોઈ વાત નથી કારણ કે આંકડા પ્રમાણે જનસંખ્યાનો વૃદ્ધિનો દર ઘણો ઓછો છે.
4. આપણે ચીનથી સારા છીએ
આપણા દેશનો પ્રજનન દર ચીનની સરખામણીએ ઘણો સારો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના એક રિપોર્ટ પ્રમાણે ભારતની સરેરાશ પ્રજનન દર 2 બાળક પ્રતિ મહિલાનો છે. 38 વર્ષ પહેલા આ 3.8 નો હતો. ચીનનો સરેરાશ પ્રજનન દર 1.2 અને અમેરિકાનો 1.6 છે.
5. ચીનમાં બાળકો પેદા સરકારે વિવિધ લાભની યોજના મુકવી પડે છે
ચીનની વસ્તીમાં સતત ઘટાડો આવી રહ્યો છે. જેના કારણે ત્યાની સરકાર ચિંતામાં છે. અત્યારે ચીનમાં બાળકો પેદા કરવા માટે લાલચ આપવામાં આવે છે. આ વર્ષે પણ ચીન બાળકો પેદા કરવા માટે સરકારે વિવિધ યોજનાઓ જાહેર કરી લાભ આપી રહી છે. જેમાં બાળકો પેદા કરવા પર ટેક્સમાં છુટ, ઘર ખરીદવા પર સબ્સીડી, ત્રીજા બાળકના અભ્યાસમા લાભ આપવા સહિત અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે.