પીએમ નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન મોટી ડિફેન્સ ડીલને મંજૂરી મળી શકે છે. એક અહેવાલ પ્રમાણે ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પિન સબમરીન ખરીદી શકે છે. પીએમ મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન આ ડીલનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ ફાઈટર જેટ અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, સંરક્ષણ દળો દ્વારા સંરક્ષણ મંત્રાલય સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ અઠવાડિયે પીએમ નરેન્દ્ર મોદીના ફ્રાન્સ પ્રવાસ દરમિયાન તેની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રસ્તાવ પ્રમાણે ભારતીય નૌસેનાને ચાર ટ્રેનર એરક્રાફ્ટ સાથે 22 સિંગલ-સીટેડ રાફેલ સીપ્લેન મળી શકે છે. નૌસેના આ ફાઈટર જેટ અને સબમરીનને તાત્કાલિક પ્રાપ્ત કરવા માટે દબાણ કરી રહી હતી કારણ કે, દેશભરમાં સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને તેમની અછત અનુભવાય રહી હતી.
India to buy 26 Rafales, 3 Scorpene submarines from France, deals likely to be announced during PM Modi's visit
Read @ANI Story | https://t.co/03wkKF6l8x#Rafale #India #France #PMModi pic.twitter.com/CbAGp2By5Z
— ANI Digital (@ani_digital) July 10, 2023
એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને વિક્રાંત મિગ-29ને ફાઈટર એરક્રાફ્ટ રાફેલની જરૂર છે. આ દરમિયાન ત્રણ સ્કોર્પિન-ક્લાસ સબમરીન નેવી દ્વારા પ્રોજેક્ટ 75 ના ભાગ રૂપે રીપીટ ક્લોઝ હેઠળ હાંસિલ કરવામાં આવશે. જ્યાં તેને મુંબઈમાં Mazagon Dockyards Limited ખાતે બનાવવામાં આવશે.
એક અંદાજ મુજબ આ ડીલ 90 હજાર કરોડ રૂપિયાથી વધુની હશે. જોકે, આખરી કિંમત એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ જ ખબર પડશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત આ ડીલમાં કિંમતમાં છૂટછાટ માંગી શકે છે અને યોજનામાં વધુ ‘મેક-ઈન-ઈન્ડિયા’ સામગ્રી રાખવા પર ભાર મૂકશે.