Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 20°C

2030 સુધીમાં જર્મની-જાપાનને પાછળ છોડશે ભારત, 2047 સુધીમાં હશે વિકસિત દેશ : નીતિ આયોગ

2030 સુધીમાં જર્મની-જાપાનને પાછળ છોડશે ભારત, 2047 સુધીમાં હશે વિકસિત દેશ : નીતિ આયોગ

ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ વિઝીન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેને ત્રણ મહિનાની અંદર વડાપ્રધાન રજૂ કરી શકે છે. આ ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટમાં ઘણી વાતનો ઉલેખ્ખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને ડીસેમ્બર 2023 સુધીમાં તેને લોકો સામે મૂકવામાં આવશે.

નીતિ આયોગ તૈયાર કરી રહ્યું છે વિઝન ડોક્યુમેન્ટ

નીતિ આયોગના CEO સુબ્રમણ્યમ દ્વારા આ જાણકરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડૉલર થઈ જશે અને માથાદીઠ આવક પણ વધીને 17,590 ડૉલર થઈ જશે. હાલમાં ભારતની GDPનું કદ 3.7 ટ્રિલિયન ડોલર છે અને માથાદીઠ આવક 2450 ડોલરની આસપાસ છે.

Viksit Bharat@2047 વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા પાછળનું કારણ

નીતિ આયોગના CEOએ કહ્યું કે, વિઝન ડોક્યુમેન્ટ એવા ક્ષેત્રો અને ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં ભારતને 2047 સુધી વિશ્વના નેતૃત્વ સુધી પહોંચાડી શકે અને આ ક્ષેત્રો અને ટેકનોલોજીમાં સંસ્થાકીય અને માળખાકીય સુધારાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. Viksit Bharat@2047 વિઝન ડોક્યુમેન્ટ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.