ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ આજે રમાશે. આ ટેસ્ટ દ્વારા ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 100મી ટેસ્ટ માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ટેસ્ટ દ્વારા તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
500 reasons to admire the journey!
Congratulations to Virat Kohli on his 5️⃣0️⃣0️⃣th international match for #TeamIndia 🇮🇳🫡#WIvIND | @imVkohli pic.twitter.com/Y9lez80Q97
— BCCI (@BCCI) July 20, 2023
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 99 ટેસ્ટ મેચો રમાઈ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 99 ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આગળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ભારત કરતાં વધુ જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝે 99 ટેસ્ટમાં 30 મેચ જીતી છે, જ્યારે ભારતીય ટીમ માત્ર 23 મેચ જીતવામાં સફળ રહી છે. જયારે બંને ટીમો વચ્ચે 46 ટેસ્ટ ડ્રો થઈ છે.
વિરાટ કોહલી 500મી આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાનમાં ઉતરશે
ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં 499 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ દ્વારા કોહલી આંતરરાષ્ટ્રીય કરિયરમાં 500 મેચ રમનાર 10મો ખેલાડી બની જશે. સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના નામે છે. તેમણે પોતાના કરિયરમાં કુલ 664 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
વિરાટના નામે 25 હજારથી વધુ રન
વિરાટ કોહલીએ અત્યાર સુધી રમાયેલી 499 મેચોની 558 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 53.48ની એવરેજથી 25461 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 75 સદી અને 131 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેનો હાઈ સ્કોર 254* રન છે.
સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો ધરાવતા ખેલાડીઓ
- સચિન તેંડુલકર – 664 મેચ
- મહેલા જયવર્દને – 652 મેચ
- કુમાર સંગાકારા – 594 મેચ
- સનથ જયસૂર્યા – 586 મેચ
- રિકી પોન્ટિંગ – 560 મેચ
- મહેન્દ્ર સિંહ ધોની – 538 મેચ
- શાહિદ આફ્રિદી – 524 મેચ
- જેક કાલિસ – 519 મેચ
- રાહુલ દ્રવિડ – 509 મેચ
- ઇન્ઝમામ-ઉલ-હક – 500 મેચ
- વિરાટ કોહલી – 499 મેચ