ભારતે ચીનના હાંગઝોઉમાં શરૂ થયેલી ૧૯મી એશિયન ગેમ્સમાં પહેલા જ દિવસે ત્રણ સિલ્વર સાથે કુલ પાંચ મેડલ જીતીને ખાતું ખોલાવી દીધું હતુ. ભારતને રોવિંગ (નૌકાયન)ની જુદી-જુદી ત્રણ સ્પર્ધામાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે શૂટિંગમાં ભારતની એર રાઈફલ મહિલા શૂટરોએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
એશિયન ગેમ્સની પ્રથમ દિવસના મેડલ ટેબલમાં ભારતે ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ પાંચ મેડલ જીતીને સાતમું સ્થાન મેળવી લીધું હતુ. ચીને ૨૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૩ બ્રોન્ઝ એમ કુલ મળીને ૩૦ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતુ. ભારતને હજુ ગોલ્ડ મેડલનો ઈંતજાર છે.