લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર (એકમ ૧) યોજાશે.
સોમવાર તા.૨૯થી પ્રારંભ થનાર આ શિબિર દરમિયાન આધુનિક (ડિજિટલ) ભારત, સ્ત્રી સશક્તિકરણ અને સ્વચ્છતા અંતર્ગત શિક્ષણ સાથે યોગ, પ્રાર્થના, શ્રમયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, આરોગ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે.
શિબિર ઉદ્ઘાટન સોમવારે લોકભારતીના વડા અરુણભાઈ દવેના અધ્યક્ષસ્થાને થશે અને સમાપન શનિવારે લોકભારતીના અગ્રણી રામચંદ્રભાઈ પંચોળીના અધ્યક્ષસ્થાને થશે.
સોમવાર તા.૨૯થી શનિવાર તા.૩ દરમિયાન આ શિબિરમાં સામાજિક શૈક્ષણિક મહાનુભોનો લાભ મળશે. શિબિર સહયોગમાં અગ્રણી પોપટભાઈ ચૌહાણ અને પ્રાથમિક શાળા આચાર્ય કલ્યાણભાઈ ડાંગર રહ્યાં છે.
આચાર્ય ધીરુભાઈ રાઠોડ, યોજના અધિકારી શિબિર સંયોજક વિશાલભાઈ જોશી અને શિબિર સહ સંયોજક ભાનુપ્રસાદ ટુંડિયા સાથે વિદ્યાર્થીઓ આયોજનમાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel