Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 28°C

ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ

ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફરીથી ચૂંટાયેલી લિબરલ સરકારે આ નિર્ણય લીધો હતો.

અનિતા આનંદ કેનેડાની પ્રથમ હિન્દુ મહિલા વિદેશ મંત્રી બની

કેનેડામાં મંગળવારે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે અનિતા આનંદે ભગવદ ગીતા પર હાથ રાખીને નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધી. તેઓ કેનેડાની વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા બન્યા છે.

અનિતાની નિમણૂક વડાપ્રધાન કાર્ની દ્વારા કરવામાં આવી છે, જેમણે આ વર્ષે શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોને પદેથી બદલ્યા હતા અને ગયા મહિને ચૂંટણી જીત્યા બાદ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે.

મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ફાંસ્વા ફિલિપ શેમ્પેન નાણામંત્રી તરીકે યથાવત રહેશે અને ડોમિનિક લેબ્લાંક પણ વેપાર મંત્રી તરીકે યથાવત રહેશે.

કાર્નીએ જણાવ્યું કે, “કેનેડિયનોએ આ નવી સરકારને અમેરિકા સાથેના સંબંધોને પુનઃવ્યાખ્યાયિત કરવા અને મજબૂત અર્થતંત્ર બનાવવા માટે પસંદ કરી છે.” તેમણે ઉમેર્યું કે 27 મેના રોજ સંસદ ફરી શરૂ થશે ત્યારે કિંગ ચાર્લ્સ III સરકારની નીતિ અને પ્રાથમિકતાઓ રજૂ કરશે.

વ્યક્તિગત પૃષ્ઠભૂમિ:

અનિતા આનંદનો જન્મ કેન્ટવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના પિતા તમિલનાડુના અને માતા પંજાબની છે. બંને ભારતીય મૂળના ડોક્ટર હતા. અનિતાને બે બહેનો છે:

  • ગીતા આનંદ – ટોરન્ટોની વકીલ

  • સોનિયા આનંદ – મેકમાસ્ટર યુનિવર્સિટીમાં સંશોધક અને ફિઝિશિયન

અનિતાએ અગાઉ કેનેડાના સંરક્ષણ મંત્રી સહિત વિવિધ મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.