બીસીસીઆઈ દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સિનિયર પુરુષ એશિયા કપ 2023ના વેન્યૂને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, તે બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 12 જૂનથી મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023ની શરુઆત હોન્ગ કોન્ગમાં થશે. જ્યારે ફાઈનલ મેચ 21 જૂનના રોજ થશે.
બીસીસીઆઈ એ આજે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ઈન્ડિયા A સ્કવોડ અને તેમના શેડયૂલ શેયર કર્યું છે. આ ટીમમાં કુલ 14 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. ભારતીય ટીમ 13 જૂનથી પોતાના એશિયા કપ અભિયાનની શરુઆત કરશે. 17 જૂનના દિવસે ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર થશે.
🚨 NEWS 🚨: BCCI announces India ‘A’ (Emerging) squad for ACC Emerging Women’s Asia Cup 2023. #WomensEmergingTeamsAsiaCup #ACC
More Details 🔽https://t.co/Xffh1IW5JJ
— BCCI Women (@BCCIWomen) June 2, 2023
શ્વેતા સહરાવત , સૌમ્યા તિવારી , તૃષા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટિલ, કનિકા આહૂજા, ઉમા ક્ષેત્રી , મમતા મદીવાલા , તિતાસ સંધુ, યશશ્રી એસ, કાશવી ગૌતમ, પાર્શવી, ચોપડા, મન્નત કશ્યપ, બી અનુષા
ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ
ભારત vs હોંગ કોન્ગ- 13 જૂન, 2023
ભારત vs થાઇલેન્ડ – 15 જૂન, 2023
ભારત vs પાકિસ્તાન – 17 જૂન, 2023
બે ભાગમાં વિભાજીત થશે ટીમો
આ ટૂર્નામેન્ટ હોન્ગ કોન્ગમાં રમાશે. તમામ ટીમનોને ગ્રુપ A અને Bમાં વિભાજીત કરવામાં આવી છે. દરેક ટીમમાં 4-4 ટીમો હશે. ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને યુએઈની ટીમ રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોન્ગ કોન્ગની ટીમ હશે.
પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું એશિયા કપ 2023નું ચેમ્પિયન
મેન્સ જુનિયર એશિયા કપની 10મી આવૃતિમાં ભારતીય ટીમ એ શાનદાર જીત મેળવી હતી. ફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ એ પાકિસ્તાની ખેલાડીઓને 2-1ના સ્કોરથી હરાવ્યા હતા.પ્રથમ સેમિફાઈનલમાં કોરિયાની ટીમને ભારતની ટીમ એ 9-1થી હરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં મલેશિયાની ટીમને પાકિસ્તાનની ટીમ એ 2-6થી હરાવી હતી.