મહિલા પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 અને ODI સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝની તમામ 6 મેચો મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ, અનુભવી ઓલરાઉન્ડર શિખા પાંડે અને ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડને બાંગ્લાદેશ સામે 9 જુલાઈથી શરૂ થનારી સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી.
રિચા ઘોષની ગેરહાજરીએ આસામની ઉમા છેત્રી માટે ટીમના દરવાજા ખોલ્યા
BCCIએ અખબારી યાદીમાં એ માહિતી પણ નથી આપી કે આ ત્રણને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યા નથી. રિચા ઘોષની ગેરહાજરીએ આસામની ઉમા છેત્રી માટે દરવાજા ખોલી દીધા છે. જે T20 અને ODI બંને ટીમોમાં યાસ્તિકા ભાટિયા પછી બીજી વિકેટકીપર છે. 20 વર્ષીય ઉમા ભારત A ટીમનો ભાગ હતી જેણે હોંગકોંગમાં ACC ઇમર્જિંગ નેશન્સ ટુર્નામેન્ટ જીતી હતી.
હરમનપ્રીત કૌર બંને ટીમનું નેતૃત્વ કરશે
કેરળની ઓલરાઉન્ડર મિન્નુ મણિ, સ્પિનર અનુષા બરેડ્ડી અને ઉત્તર પ્રદેશની રાશિ કનોજિયાને T20 અને ODI માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌર બંને ટીમનું નેતૃત્વ કરશે જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન હશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આગામી 6 મહિના વ્યસ્ત શેડ્યુલ
બાંગ્લાદેશનો આ પ્રવાસ ભારતીય મહિલા ટીમ માટે વ્યસ્ત ક્રિકેટ પ્રવાસની શરૂઆત છે. ટીમ ઈન્ડિયા આગામી 6 મહિનામાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મલ્ટી ફોર્મેટમાં ટેસ્ટ રમશે. રમેશ પોવારને પદ પરથી હટાવ્યા બાદ મહિલા ટીમના કોચનું પદ ખાલી છે. ત્યારથી, ભારતના પૂર્વ ઓલરાઉન્ડર હૃષિકેશ કાનિતકર વચગાળામાં આ પદ સંભાળી રહ્યા છે. કાનિતકર મે મહિનામાં ફિટનેસ કેમ્પનો પણ ભાગ હતા.
ભારતની T20 ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, એસ મેઘના, પૂજા વસ્ત્રકર, મેઘના સિંહ, અંજલિ સરવાની, મોનિકા પટેલ, રાશિ કનોજિયા, અનુષા બારેડ્ડી, મિન્નું મણિ.
ભારતની વનડે ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજોત કૌર, પ્રિયા પુનિયા, પુજા, પૂજા વસ્ત્રકર, મેઘના સિંહ, અંજલિ સરવાની, મોનિકા પટેલ, રાશિ કનોજિયા, અનુષા બારેડ્ડી, સ્નેહ રાણા.
ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ
9 જુલાઈ, પ્રથમ T20 શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર બપોરે 1:30 વાગ્યે
11 જુલાઈ, બીજી T20 શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર બપોરે 1:30 વાગ્યે
13 જુલાઈ, ત્રીજી T20 શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર બપોરે 1:30 વાગ્યે
16 જુલાઈ, પ્રથમ ODI શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર સવારે 9:00 વાગ્યે
19 જુલાઈ, બીજી ODI શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર સવારે 9:00 વાગ્યે
22 જુલાઈ, ત્રીજી ODI શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર સવારે 9:00 વાગ્યે