Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

ભારતીયોને વિશ્વના આ દેશોમાં ફરવા જવા માટે Visaની જરૂર પડશે નહીં, જાણો વિગતવાર

ભારતીયોને વિશ્વના આ દેશોમાં ફરવા જવા માટે Visaની જરૂર પડશે નહીં, જાણો વિગતવાર

જેના કારણે ઘણા લોકો અન્ય દેશોમાં મુસાફરી કરવાનો આનંદ ઉઠાવી શકતા નથી પરંતુ શું તમે જાણો છો કે વિઝા વિના પણ ઈન્ડિયન પાસપોર્ટ પર દુનિયાના લગભગ 50થી વધુ દેશોની મુસાફરી કરી શકાય છે. આ દેશોમાં તમારે કોઈ પણ પ્રકારના વીઝાની જરૂર પડશે નહીં.

આ દેશોમાં વિઝા વિના ટ્રાવેલ કરી શકાય છે

તાજેતરમાં રિલીઝ થયેલા રિપોર્ટ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક મુસાફર ઘણા દેશોમાં વિઝા વિના એન્ટ્રી કરી શકે છે. આ દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે એટલે કે આ દેશોમાં જવા માટે તમારે એડવાન્સમાં વિઝા અપ્લાય કરવાની જરૂર પડશે નહીં. આ યાદીમાં મિડલ ઈસ્ટના દેશો જેમ કે ઈરાન, જોર્ડન, ઓમાન અને કતારનું નામ છે જ્યાં તમે વિઝા વિના ફરી શકો છો. એશિયાઈ દેશો જેમ કે કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડ પણ આ યાદીમાં સામેલ છે.

નેપાળ અને ભૂટાન પણ સુવિધા આપી રહ્યા છે

તાજેતરમાં જ ભૂટાન અને નેપાળે પણ ભારતીય પાસપોર્ટ ધારક મુસાફરો માટે વિઝા ઓન અરાઈવલના બદલે વિઝાની ફ્રી ટ્રાવેલની ભેટ આપી છે એટલે કે જ્યારે તમે આ દેશો માટે રવાના થશો તો વિઝા ઈન્ટરવ્યૂ, વિઝાની લાઈન, પેપરવર્ક કરવાની જરૂર પડશે નહીં. આ સિવાય આ દેશોની લિસ્ટમાં કજાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ દેશમાં તમે 14 દિવસની વિઝા ફ્રી મુસાફરી કરી શકો છો. આ સાથે પોતાના બીચ માટે મશહૂર બારબોડાસ અને ફિઝી પણ આ લિસ્ટમાં સામેલ છે. ઈન્ડિયન સેલિબ્રિટી ઘણી વખત વેકેશન એન્જોય કરવા માલદીવ જાય છે. ત્યાંના સમુદ્રી નજારા અને સુંદરતા મન મોહી લે છે. જો તમે પણ ત્યાં જવા ઈચ્છો છો તો વિઝા વિના જઈ શકો છો. તમે આફ્રિકન દેશોમાં જવા ઈચ્છો છો તો વિઝા વિના તમે મોરેશિયસ, સેનેગલનો પ્રવાસ કરી શકો છો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.