ભારતે પહેલીવાર રિયૂઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI-1 આજે (24મી ઓગસ્ટ) ચેન્નાઈના થિરુવિદંડયથી લોન્ચ કરાઈ છે. આ દેશના અવકાશ સંશોધન પ્રયાસોમાં આ એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. RHUMI-1ને તમિલનાડુ સ્થિત સ્ટાર્ટ-અપ સ્પેસ ઝોન ઈન્ડિયા દ્વારા માર્ટિન ગ્રૂપના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ રોકેટ અવકાશમાં જઈને સંશોધન કરશે.
#WATCH | India launches its first reusable hybrid rocket, RHUMI 1. The rocket, developed by the Tamil Nadu-based start-up Space Zone India and Martin Group was launched from Thiruvidandhai in Chennai using a mobile launcher. It carries 3 Cube Satellites and 50 PICO Satellites… pic.twitter.com/Io97TvfNhE
— ANI (@ANI) August 24, 2024
RHUMI-1 રોકેટની ખાસિયત
RHUMI-1માં ત્રણ ક્યુબ સેટેલાઇટ અને 50 PICO સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. જે સબ-ઓર્બિટલ ટ્રેજેક્ટરીમાં છોડવામાં આવે છે. આ સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરશે અને ડેટા મોકલશે. RHUMI-1માં સામાન્ય-ઇંધણ આધારિત હાઇબ્રિડ મોટર અને ઈલેક્ટ્રિકલી ટ્રિગર પેરાશૂટ ડિપ્લોયરથી સજ્જ છે.
સેટેલાઇટ છોડ્યા બાદ પેરાશૂટની મદદથી રોકેટ પાછું નીચે આવશે. RHUMI-1માં પાયરોટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આનંદ મેગાલિંગમે RHUMI-1 રોકેટ મિશન પૂર્ણ કર્યું છે. આનંદ સ્પેસ ઝોન કંપનીના સ્થાપક છે. તેમણે આ રોકેટ અને સમગ્ર મિશન બનાવવા માટે ISRO સેટેલાઈટ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર ડૉ. એમ. અન્નાદુરાઈનું માર્ગદર્શન લીધું છે.
RHUMI-1 રોકેટનું કુલ વજન 80 કિલો છે
RHUMI-1 રોકેટમાં લિક્વિડ અને સોલિડ ફ્યુઅલ પ્રોપેલન્ટ સિસ્ટમ છે. જેથી ઓપરેશનલ ખર્ચ ઘટે અને ક્ષમતા વધે. સ્પેસ ઝોન ઇન્ડિયા એ એરો-ટેક્નોલોજી કંપની છે. તે સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઓછા ખર્ચે યોગ્ય ટેક્નોલોજી અને સુવિધાઓ આપવા માંગે છે. RHUMI-1 રોકેટનું કુલ વજન 80 કિલો છે. તેમાંથી 70 ટકાનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.