વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યોજાયેલા યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈને પોતાની વિદેશ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. આ મુલાકાત ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી, આર્થિક અને ટેકનોલોજી સંબંધોને વધુ મજબૂત બનાવતી ગણાઈ રહી છે. આ પહેલાં વડાપ્રધાન UAE અને નેધરલેન્ડ્સની ઉચ્ચ સ્તરીય મુલાકાત પણ લઈ ચૂક્યા હતા.
17 મેના રોજ યોજાયેલા આ કાર્યક્રમનું સહ-યજમાનપદ સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુરોપિયન કમિશન પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંચને ભારત-યુરોપ સહકાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાં ભવિષ્યની આર્થિક અને ટેકનોલોજીકલ નીતિઓ પર ચર્ચા થઈ હતી.
ભારત-સ્વીડન સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારીમાં
આ મુલાકાત દરમિયાન ભારત અને સ્વીડને 2026–2030 માટે સંયુક્ત નિવેદન અને જોઈન્ટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો છે. આ સહકારનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક વૃદ્ધિ, સુરક્ષા સહયોગ અને અદ્યતન ટેકનોલોજી તથા ટકાઉ વિકાસ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાનો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે આ નવા કરારો ભારત-સ્વીડન સંબંધોને નવી દિશા અને ગતિ આપશે અને બંને દેશો ભવિષ્યલક્ષી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Prime Minister Ulf Kristersson and I met business leaders of Sweden in Gothenburg last evening. Her Royal Highness Crown Princess Victoria also took part in this interaction. We had wide ranging conversations with the business leaders on how economic linkages between India and… pic.twitter.com/pOzRAD4Yys
— Narendra Modi (@narendramodi) May 18, 2026
સ્વીડન મુલાકાતના 6 મુખ્ય પરિણામો
1. જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશિપ 2.0
ભારત અને સ્વીડન વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે વર્ચ્યુઅલ સંયુક્ત કેન્દ્ર સ્થાપવાની યોજના. તેમાં AI, 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સ્પેસ, લાઇફ સાયન્સ અને ટકાઉ ખાણકામ જેવા ક્ષેત્રોનો સમાવેશ થશે.
2. SITAC કોરિડોર મંજૂર
ભારત-સ્વીડન ટેકનોલોજી અને AI કોરિડોર દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સંશોધન અને સ્ટાર્ટઅપ સહકારને પ્રોત્સાહન મળશે.
3. વેપાર બમણો કરવાનો લક્ષ્ય
આગામી પાંચ વર્ષમાં ભારત અને સ્વીડન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ બમણું કરવાનો સંકલ્પ લેવાયો છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવશે.
4. રોકાણ માટે નવા અવસર
યુરોપિયન કંપનીઓને ભારતમાં સેમિકન્ડક્ટર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને ડીપ-ટેક મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું.
5. સ્ટાર્ટઅપ અને SME પ્લેટફોર્મ
ભારત-સ્વીડન SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ દ્વારા યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને રોજગારીના નવા અવસરો ઊભા કરવામાં આવશે.
6. ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ
સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને મજબૂત કરવા માટે ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel