દક્ષિણ ચીન સમુદ્ર પર વર્ચસ્વના મુદ્દે ભારતે = પોતાનું સ્થાન સ્પષ્ટ કરતા મંગળવારે – ફિલિપાઇન્સના રાષ્ટ્રીય સાર્વભૌમત્વને ટેકો જાહેર – કર્યો હતો. ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે – મંગળવારે જણાવ્યું હતું કે બેજિંગ અને મનીલા – વચ્ચે દક્ષિણ ચીન સમુદ્ર પર વર્ચસ્વ મુદ્દે મતભેદો સર્જાયા છે.
અગાઉ અમેરિકાએ ફિલિપાઇન્સને ટેકો આપ્યો હતો.
એક સપ્તાહ પહેલાં અમેરિકા સરકારે પણ ચીન સાથેના મતભેદો મુદ્દે ફિલિપાઇન્સને સમર્થન જાહેર કર્યું હતું. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કિને જણાવ્યું હતું કે ફિલિપાઇન્સનાં હિતોની સુરક્ષા માટે અમેરિકા કટિબદ્ધ છે.