ભારત માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો, કારણ કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે મંજૂરી આપી દીધી. ભારતે અગાઉ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું અને હવે 20 વર્ષ પછી ફરી એકવાર આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરવાનો મોકો મળ્યો છે. આ નિર્ણય માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ ગણાય છે. ગ્લાસગોમાં યોજાયેલી બેઠકમાં ભારતના ડેલિગેશનનું નેતૃત્વ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું. કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે ગયા મહિને જ અમદાવાદની ભલામણ કરી હતી અને હવે 74 સભ્યોની જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી મળતા ભારતની વૈશ્વિક રમતગમત ક્ષેત્રે વધી રહેલી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર આપેલી પ્રતિક્રિયામાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની બિડ જીતી છે, જે દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. રમતગમત પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા ભારતને વૈશ્વિક સ્પોર્ટ્સ મંચ પર વધુ પ્રભાવશાળી બનાવી છે.” PM મોદીના મતે, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ભારત આખા વિશ્વનું સ્વાગત કરવા આતુર છે. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે ભારત 2047 સુધીમાં રમતગમતની મહાસત્તા બનવા માટે પ્રયત્નશીલ છે, અને આ ગેમ્સનું આયોજન તેનું મૂલ્યવાન પગલું છે.
Delighted that India has won the bid to host the Centenary Commonwealth Games 2030!
Congratulations to the people of India and the sporting ecosystem. It is our collective commitment and spirit of sportsmanship that has placed India firmly on the global sporting map.
With the…
— Narendra Modi (@narendramodi) November 26, 2025
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારેએ પણ નોંધ્યું કે 2030ની ગેમ્સ કોમનવેલ્થ સ્પોર્ટ માટે એક નવા સુવર્ણ યુગની શરૂઆત થશે. ગ્લાસગો 2026 બાદ અમદાવાદમાં યોજાનારી 2030ની આ શતાબ્દી ગેમ્સ વૈશ્વિક રમતગમત જગત માટે અત્યંત ઉત્સાહજનક રહેશે. તેમના શબ્દોમાં, ભારત યુવા ઊર્જા, સંસ્કૃતિ, રમતગમતનો જુસ્સો અને વૈશ્વિક સ્તરની ક્ષમતાઓ લાવે છે, જેના કારણે ગેમ્સ સફળતાપૂર્વક અને ભવ્ય રીતે યોજાશે. સાથે જ તેમણે એ પણ ઉમેર્યું કે 2034 અને ત્યાર પછીની ગેમ્સ માટે પણ અનેક દેશો રસ દર્શાવી રહ્યા છે. સ્પષ્ટ છે કે આ નિર્ણય ભારતને વૈશ્વિક મલ્ટી-સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી લેવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે, અને દેશ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે નવી સંભાવનાઓના દ્વાર ખોલશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel