ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાની માટે સત્તાવાર રીતે આગળ વધવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ પોતાની વિશેષ જનરલ એસેમ્બલીમાં આ બિડને મંજૂરી આપી છે, જેના કારણે દેશના ખેલપ્રેમીઓમાં નવી આશાઓ જાગી છે. IOAના નિર્ણય મુજબ, ગેમ્સના સંપૂર્ણ ખર્ચનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે અને જો ભારતને અંતિમ મંજૂરી મળશે તો તેનો ભવ્ય આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. હાલમાં ભારતે આ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) રજૂ કરી દીધું છે અને 31 ઓગસ્ટ સુધીમાં ફાઈનલ બિડ સબમિટ કરવાની રહેશે. કેનેડાએ પોતાની બિડ પાછી ખેંચી લેતાં ભારતની સંભાવનાઓ વધુ મજબૂત બની છે.
આ બિડને મજબૂત કરવા માટે કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ડેરેન હોલે તાજેતરમાં અમદાવાદના સંભવિત સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. શક્ય છે કે આ મહિનાના અંત સુધીમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અમદાવાદ આવીને સુવિધાઓનું મૂલ્યાંકન કરે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, નવેમ્બર 2030ના અંતિમ સપ્તાહમાં કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી દ્વારા હોસ્ટ દેશ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
જો ભારતને આ મેજબાની મળે તો આ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું આ બીજું અવસર હશે. અગાઉ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં વિશ્વના અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે, અમદાવાદમાં આયોજન થવાથી ન માત્ર ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળશે, પરંતુ ભારતના ખેલક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel