અગ્રણી ટેક કંપની Apple એ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે ChatGPTનો ઉપયોગ iPhone સહિત Appleના તમામ ઉપકરણોમાં થશે. જેમ કે તે ChatGPT એ AI જનરેટેડ ટૂલ છે. મતલબ કે જ્યારે આઇફોન યુઝર્સ વોઇસ આસિસ્ટન્ટ સિસ્ટમ સિરીને કમાન્ડ આપે છે, ત્યારે સિરી તે કમાન્ડને ChatPGT પર ટ્રાન્સફર કરશે. ત્યારબાદ ChatGPT તમારા પ્રશ્નનો જવાબ આપશે. પરંતુ X (અગાઉના ટ્વિટર) અને ટેસ્લાના માલિક એલન મસ્કને આ જોડાણ આ જોડાણ બિલકુલ પસંદ નથી આવ્યું જેને લઈને મસ્કે મોટી વાત કરી છે.
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એટલા ગુસ્સામાં છે કે તેણે પોતાની કંપનીઓમાં એપલ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી છે. મસ્ક એપલ અને ઓપનએઆઈથી નારાજ દેખાયા અને ટ્વિટર પર આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી. ચાલો જાણીએ કે મસ્ક એપલથી કેમ નારાજ છે અને શા માટે તે પોતાની કંપનીઓમાં એપલ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી રહ્યો છે.
મસ્કે એપલ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મુકવા આપી ચેતવણી
ખરેખર, એપલના સીઈઓ ટિમ કુકે X પર પોસ્ટ કરીને કહ્યું કે અમે Apple Intelligenceને રજૂ કરી રહ્યા છીએ. AI માં આ અમારું આગલું પગલું છે. તે વ્યક્તિગત, શક્તિશાળી અને ખાનગી છે. તે એપ્સ સાથે સંકલિત છે જેનો તમે દરરોજ ઉપયોગ કરી શકાશે
It’s personal, powerful, and private—and it’s integrated into the apps you rely on every day.
Introducing Apple Intelligence—our next chapter in AI. https://t.co/uOfIrcTYm7
— Tim Cook (@tim_cook) June 10, 2024
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, મસ્કે જવાબ આપ્યો કે તેની કોઈ જરૂર નથી. આ ભયાનક સ્પાયવેર બંધ કરો નહી તો હું મારી મારી કંપનીઓ X અને ટેસ્લામાં Appleના તમામ ઉપકરણો પર પ્રતિબંધ મૂકી દઈશ.
એલન મસ્કને ચેટજીપીટી સ્પાયવેર કહે છે
એલન મસ્ક OpenAI ના ચેટબોટ એટલે કે ChatGPT ને સ્પાયવેર માને છે. એપલ પર નિશાન સાધતા, તેમણે કહ્યું કે એ સ્પષ્ટપણે વાહિયાત છે કે એપલ પોતાનું AI બનાવવા માટે પૂરતી સ્માર્ટ નથી, તેમ છતાં હજુ પણ વિચારે છે કે OpenAI તમારી સુરક્ષા અને ગોપનીયતાને સુરક્ષિત કરશે! Apple ને કોઈ ખ્યાલ નથી કે તમારો ડેટા OpenAI ને સોંપ્યા પછી ખરેખર શું થશે. તેઓ તમને છેતરે છે.
ખાનગી ડેટાનો ઉપયોગ
મસ્કનો આરોપ છે કે ઓપનએઆઈ તેના ચેટબોટને શીખવવા માટે લોકોના ખાનગી ડેટાનો ઉપયોગ કરે છે. જો આઇફોન વગેરેમાં ChatGPT ઉમેરવામાં આવે તો તે યુઝરની ગોપનીયતા સાથે ચેડા કરી શકે છે.
એલન મસ્ક ઓપનએઆઈના સ્થાપક સભ્ય હતા, પરંતુ મતભેદોને કારણે તેમણે આ કંપનીને અલવિદા કહ્યું. બાદમાં માઇક્રોસોફ્ટે OpenAI ChatGPTમાં ભારે રોકાણ કર્યું.