નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૈાહાણ નાઓની સુચના મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એચ.એ.રિસીન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સંયુકત બાતમી હકીકત મળેલ કે નડિયાદ બસ સ્ટેન્ડમાં ડાકોર તરફ જવાના પ્લેટફોર્મ ઉપર એક ઇસમ બેસેલ છે જેની પાસે ચોરીના મોબાઇલ છે જેણે શરીરે કાળા કલરમાં સફેદ ફુલની ડિઝાઇનવાળું શર્ટ તથા કાળા કલરનું ફન્કી જીન્સ પેન્ટ પહેરેલ છે. ” જે બાતમી આધારે સદર ઇસમને પકડી લેવામાં આવેલ.
સદર ઇસમ પાસે અલગ અલગ કંપનીના કુલ- ૩ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોનના બીલ માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ. અને મોબાઇલ ચોરીના હોય કબુલાત કરતો હોય જેથી સદર ઇસમ પાસેથી મળી આવેલ, મોબાઇલ ફોન કુલ નંગ- ૩ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર ઇસમને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)