દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આવા સંજોગોમાં રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં CID ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અહીંથી રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોની લશ્કરી માહિતી લીક કરવાના આરોપમાં ઈન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે કામ કરતો એક એજન્ટ પકડાયો છે.
પકડાયેલ એજન્ટની ઓળખ પંજાબના ફિરોઝપુર જિલ્લાના રહેવાસી પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ (ઉંમર 34) તરીકે થઈ છે. 27 નવેમ્બરનાં દિવસે તે શ્રીગંગાનગરના સાધુવાલી લશ્કરી બેઝ પાસે શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો હતો. બોર્ડર ઇન્ટેલિજન્સ ટીમે તેને અટકાવીને તેના મોબાઇલની તપાસ કરી. તપાસમાં પાકિસ્તાન અને અન્ય વિદેશી WhatsApp નંબરો સાથે તેની સતત ચેટિંગના પુરાવા મળ્યા.
Rajasthan Jaipur unit CID Intelligence in Sri Ganganagar arrests Pakistani ISI agent
Read @ANI Story | https://t.co/zHIDYu94Xu#Rajasthan #ISIAgent pic.twitter.com/puXHedJomh
— ANI Digital (@ani_digital) December 1, 2025
પૂછપરછ દરમિયાન પ્રકાશે ચોંકાવનારા ખુલાસા કર્યા. તેણે કબૂલ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા ત્યારથી તે પાકિસ્તાની ISI સાથે સીધો સંપર્કમાં હતો. તે ભારતીય સેનાના વાહનોની હાલચાલ, સરહદી ભૂપ્રદેશ, પુલ, રસ્તાઓ, રેલવે લાઈન, લશ્કરી સ્થાપનો અને નવા બાંધકામ પ્રોજેક્ટ્સ અંગે સંવેદનશીલ માહિતી ISI હેન્ડલર્સ સુધી પહોંચાડતો હતો.
તપાસમાં વધુ ગંભીર મુદ્દો સામે આવ્યો કે પાકિસ્તાની એજન્ટોની માંગ પર પ્રકાશ સિંહ ભારતીય નામે જારી થયેલા મોબાઇલ નંબરોના OTP પણ મોકલતો હતો. આ OTPની મદદથી પાકિસ્તાની હેન્ડલર્સ ભારતીય મોબાઇલ નંબરો પર WhatsApp અકાઉન્ટ સક્રિય કરી જાસૂસી અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે. બદલામાં પ્રકાશ સિંહને ISI તરફથી રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
આ મામલાની ગંભીરતા જોતા CID ઇન્ટેલિજન્સે વધુ તપાસ હાથ ધરી અને પુરાવા મળ્યા બાદ સોમવારે પ્રકાશ સિંહની સત્તાવાર ધરપકડ કરવામાં આવી. તેની સામે જાસૂસી, રાષ્ટ્રદ્રોહ અને ગુપ્ત માહિતી લીક સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel