સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “આ એપના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી થવાનું. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખી શકો. જો તમે ન ઇચ્છો તો તેને એક્ટિવ ના કરશો. જો તમે તેને તમારા ફોનમાં રાખવા માંગતા હોવ તો રાખો. જો તમે તેને કાઢી નાખવા માંગતા હોવ તો કાઢી નાખો…તેમાં કોઈ સમસ્યા નથી.”
વિપક્ષે આ એપના માધ્યમથી જાસૂસી થવાની આશંકા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હોવાથી મામલે રાજકીય ગરમાવો વધ્યો હતો. નવેમ્બરમાં ટેલિકોમ વિભાગે એક નિર્દેશ બહાર પાડ્યો હતો કે ભારતમાં વેચાતા અને વપરાતા તમામ મોબાઇલમાં સંચાર સાથી એપ હોવી જોઈએ. આ પછી વિવાદ ઊભો થયો હતો.
વિવાદને શાંત કરતા સિંધિયાએ જણાવ્યું કે, “આ પ્રતિષ્ઠિત એપ ગ્રાહક સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ યુઝર્સને ઠગાઈ, ફ્રોડ કોલ્સ અને ચોરીથી બચાવવાનો છે, જાસૂસી કરવાનો નહીં.” તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ આ એપનો ઉપયોગ ન કરવા માંગે, તો તે તેને ઍક્ટિવ ન કરે અથવા ફોનમાંથી કાઢી નાખી શકે છે. સરકારે જણાવ્યું કે એપ માત્ર લોકોને સુરક્ષા આપવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ફરજિયાત બનાવવા માટે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel