કહેવત છે — “દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે.” આ કહેવત હાલની પરિસ્થિતિમાં શ્રીલંકાની સરકાર અને પૂરપીડિતોના મનમાં ચોક્કસ ગૂંજતી હશે, કારણ કે ‘દિતવાહ’ વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને મદદના નામે પાકિસ્તાને જે રાહત સામગ્રી મોકલી છે, તે એક્સપાયર નીકળતાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજીયત થઈ રહી છે.
શ્રીલંકામાં ભારતના ઝડપી અને અસરકારક રાહત-બચાવ કાર્યની ભારે પ્રશંસા થઈ રહી હતી. આ વાહવાહી જોઈને પાકિસ્તાનની સરકાર પણ ‘મદદરૂપ પાડોશી’ બનવાનો દેખાવ કરવા ઉતરી પડી. શહબાઝ શરીફ સરકારે તાત્કાલિક રીતે ફૂડ પેકેટ્સ વડે રાહત સામગ્રી શ્રીલંકા મોકલી, અને કોલંબોમાં આવેલી પાકિસ્તાની દૂતાવાસે તેનાં ફોટા ગર્વભેર ‘X’ (ટ્વિટર) પર શેર કર્યા. પરંતુ આ પ્રચાર થોડા કલાકો જ ટક્યો. સોશ્યલ મીડિયા પર લોકોએ ફોટાઓને ઝૂમ કરીને તપાસ્યા તો ખબર પડી કે ફૂડ પેકેટ્સ પર 2024ની એક્સપાયરી ડેટ છપાયેલી હતી! એટલે કે, મદદના નામે પાકિસ્તાન પહેલેથી જ સંકટગ્રસ્ત શ્રીલંકાના લોકોને એક્સપાયર ખોરાક મોકલી ‘દાઝ્યા પર ડામ’ સમાન હરકત કરી બેઠું. આ ખુલાસો થતાં જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ભારે હસી ઉડવા લાગી અને તેની આબરુના ધજાગરા ઉડી ગયા.
🔴#Pakistan Govt has sent expired relief supplies to #srilanka. In the past, Islamabad has repeatedly forwarded old aid received from other countries or dispatched outdated consignments under the guise of humanitarian assistance. pic.twitter.com/0p0nNrm0JY
— IDU (@defencealerts) December 2, 2025
આ પહેલીવાર નથી કે પાકિસ્તાન આવા શરમજનક કૃત્યોમાં ઝડપાયું છે. 2023માં તૂર્કિયેમાં આવેલા ભયંકર ભૂકંપ દરમિયાન ભારતે ‘ઓપરેશન દોસ્ત’ મારફતે વિશાળ મદદ મોકલી હતી. ભારતની પ્રશંસા થાય તેટલે પાકિસ્તાન પણ પાછળ રહેવું નહોતું ઇચ્છતું. શહબાઝ શરીફ જાતે જઈને તૂર્કિયેને રાહત સામગ્રી આપી આવ્યા. પરંતુ પછી ખુલ્યું કે આ સામગ્રી એ જ હતી, જે તૂર્કિયેએ થોડાં મહિના પહેલાં પાકિસ્તાનમાં આવેલા પૂર દરમિયાન પાકિસ્તાનને મોકલી હતી! એટલે પાકિસ્તાને તૂર્કિયેનો જ માલ તૂર્કિયેને પાછો ‘મદદ’ તરીકે પકડાવી દીધો હતો.
આ તમામ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભારતની સરખામણીમાં દેખાવા માટે પાકિસ્તાન એટલી ઉતાવળમાં હોય છે કે વારંવાર એવી ભૂલો કરે છે, જેનાથી ‘મદદ’ કરતા વધારે મજાક બને છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel