ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 700 ઈઝરાયલનાં મોત થયા છે, 2100 ઘાયલ છે. તે જ સમયે, ગાઝામાં ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે 413 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 2000થી વધુ ઘાયલ થયા છે.
આ દરમિયાન UNએ કહ્યું- ઈઝરાયલના હુમલા બાદ ગાઝામાં 1 લાખ 23 હજાર લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. લગભગ 74 હજાર લોકો શાળાઓમાં આશરો લઈ રહ્યા છે. અહીં અમેરિકાએ ઈઝરાયલને મિલિટ્રી મદદ આપવાની વાત કરી છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું- અમારા જહાજો અને ફાઈટર પ્લેન મદદ માટે ઈઝરાયલ તરફ આગળ વધી રહ્યા છે.
અહીં અમેરિકાએ ઈઝરાયલને સૈન્ય મદદ આપવાની વાત કરી છે. US ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું- અમારા જહાજો અને ફાઈટર પ્લેન મદદ માટે ઈઝરાયલ તરફ આગળ વધી રહ્યા છે. અમે USS ગેરાલ્ડ આર ફોર્ડ એરક્રાફ્ટ કેરિયર (યુદ્ધ જહાજ)ને એલર્ટ કરી દીધું છે.
ગેરાલ્ડ આર ફોર્ડની સાથે, યુએસ ક્રુઝર યુએસએસ નોર્મેન્ડી, વિનાશક યુએસએસ થોમસ હડનર, યુએસએસ રામેજ, યુએસએસ કાર્ને અને યુએસએસ રૂઝવેલ્ટને પણ મોકલી રહ્યું છે. આ યુદ્ધ જહાજો વાયુસેનાના એફ-35, એફ-15, એફ-16 અને એફ-10 ફાઈટર પ્લેનથી સજ્જ છે.
- હમાસ સામે લડવા માટે ઈઝરાયલે ગાઝામાં એક લાખ વધારાના સૈનિકો મોકલ્યા છે.
- ન્યૂઝ એજન્સી અનુસાર, ઈઝરાયેલમાં 10 નેપાળી વિદ્યાર્થીઓ અને એક અમેરિકન નાગરિકનું મોત થયું છે.
હમાસે ટનલમાં બંધકોને રાખ્યા
હમાસે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલમાંથી 163 લોકોનું અપહરણ કર્યું છે. તે તેમને ગાઝા પટ્ટીને અડીને આવેલી સુરંગોમાં રાખી રહ્યો છે. તે આ બંધકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરશે, જેથી જો ઇઝરાયલ હુમલો કરે, તો તેના પોતાના લોકો માર્યા જાય. આ પહેલા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું હતું કે હમાસે મહિલાઓ અને બાળકો સહિત લગભગ 200 ઈઝરાયેલ લોકોને બંધક બનાવ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણા ફોટો-વિડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં હમાસના સૈનિકોએ ઈઝરાયલના નાગરિકોને બળજબરીથી વાહનોમાં લઈ જતા જોવા મળે છે.
ઈઝરાયલમાં 18 હજાર ભારતીયો, બધા સુરક્ષિત
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઈઝરાયલમાં 18,000 ભારતીયો રહે છે. હાલ તમામ લોકો સુરક્ષિત છે. ઇઝરાયલ પહોંચેલાં ભારતીય ટૂરિસ્ટોએ દૂતાવાસને સુરક્ષિત સ્થળાંતર માટે અપીલ કરી છે.
તે જ સમયે, અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને યુક્રેને તેમના નાગરિકોની હત્યાની પુષ્ટિ કરી છે. બીજી તરફ નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું છે કે તેમના દેશના 11 વિદ્યાર્થીઓ માર્યા ગયા છે, જ્યારે 4 વિદ્યાર્થીઓ ઘાયલ છે. નેપાળના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર તેમના 17 વિદ્યાર્થીઓ કિબુત્ઝ વિસ્તારમાં હતા. જ્યાં હમાસે ગોળીબાર કર્યો હતો.
હકીકતમાં હમાસે ઇઝરાયલમાં હાજર અન્ય દેશોના નાગરિકોને પણ પકડવાનું શરૂ કરી દીધું છે. ત્યાં થાઈલેન્ડના બે નાગરિકોનાં મોત થયા છે. થાઈલેન્ડના વડાપ્રધાને કહ્યું છે કે તેમના 11 નાગરિકો હમાસ દ્વારા કેદ છે.
હમાસે 100 ઈઝરાયલીઓને પકડી લીધા
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે હમાસે મહિલાઓ અને બાળકો સહિત લગભગ 100 ઈઝરાયલી લોકોને બંધક બનાવ્યા છે. જોકે, અગાઉ બંધકોની સંખ્યા 200થી વધુ હોવાનું કહેવાય છે. તેમને ગાઝા તરફ લઈ જવામાં આવ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે હમાસે ઈઝરાયલની સરહદે આવેલા કિબુટ્ઝમાં શુક્રવારે રેવ પાર્ટી કરતા હજારો લોકો પર હુમલો કર્યો હતો. આ પછી ત્યાંથી ડઝનબંધ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેઓ હજુ પણ તેમની કેદમાં છે.
હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં હમાસના સૈનિકો ઈઝરાયલના નાગરિકોને બળજબરીથી વાહનોમાં લઈ જતા જોવા મળે છે.
ઇઝરાયલે કહ્યું છે કે રવિવારે તેમના 30 સૈનિકોએ યુદ્ધમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેણે 400 હમાસ સૈનિકો માર્યા હતા. ઘણા સૈનિકો પણ પકડાયા છે. સાથે જ હિઝબુલ્લાહ પણ યુદ્ધમાં ઉતરી ચૂક્યું છે. હિઝબુલ્લાહે લેબનોન સરહદેથી ઈઝરાયલ પર ગોળીબાર અને બોમ્બમારો કર્યો છે.