Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો!

હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો!

પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થઈ રહેલુ યુદ્ધ ક્યારે અટકશે તે કોઈ જાણતુ નથી. તમને જણાવી દઈએ કે આજે આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. હમાસ સતત ઈઝરાયલ પર પ્રહાર કરી રહ્યું છે અને ઈઝરાયલ પણ તેનો વળતો જવાબ આપવા પ્રયાસ કરી રહ્યું છે. હમાસના હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધનો હાલ કોઈ ઉકેલ જણાતો જ નથી. ત્યારે આ છ દિવસમાં ઈઝરાયલમાં ભારે તબાહી મચી ગઈ છે.જેની સીધી અસર ઇઝરાયેલના ચલણ પર જોવા મળી રહી છે. ત્યાંનુ ચલણ શેકેલને ભારે નુકસાન થયું છે અને તેનું મૂલ્ય ઘણા વર્ષોમાં તેના સૌથી નીચલા સ્તરે આવી ગયું છે.

શું છે ઈઝરાયલના ચલણની સ્થિતિ ?

યુદ્ધના કારણે ઇઝરાયેલનું ચલણ શેકેલ 2.5 ટકાથી વધુ ઘટી ગયુ છે. માર્ચ 2020 પછી એક જ દિવસમાં શેકલના ભાવમાં તે સૌથી મોટો ઘટાળો છે. આજે પણ શેકેલના ભાવ દબાણ હેઠળ છે. ત્યારે ડોલર સામે શેકેલનું મૂલ્ય માત્ર 4 દિવસમાં જ ઘટીને લગભગ 4 થઈ ગયું છે. અને આ અગાઉના 7-8 વર્ષમાં શેકેલનું સૌથી ઓછું મૂલ્ય જણાય રહ્યુ છે.

2016 પછીનું સૌથી ઓછું મૂલ્ય

ઇઝરાયેલના ચલણ શેકેલમાં અત્યાર સુધીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થઈ ગયો છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય કરન્સીની સરખામણીએ આ વર્ષે ડોલરની કિંમતમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ઈઝરાયલ હમાસ યુદ્ધના કારણે ઈઝરાયલની કરન્સી દબાણ હેઠળ છે. જો કે 2023માં લગભગ તમામ એશિયન દેશોની કરન્સી દબાણ હેઠળ છે. હમાસ સાથેના યુદ્ધથી હવે મૂલ્ય 2016 ની શરૂઆતથી સૌથી નીચા સ્તરે પહોચી ગયુ છે.

પ્રીમિયમ ખૂબ વધી ગયું

યુદ્ધના કારણે ઈઝરાયેલના સાર્વભૌમ બોન્ડને પણ તેની અસર જોવા મળી રહી છે. ડિફોલ્ટને કારણે દેશના સાર્વભૌમ બોન્ડના વીમાની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં એ જાહેર કરેલ ટેડા મુજબ 5 વર્ષના ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપમાં 0.93 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જો બોન્ડ જાહેર કરનાર ડિફોલ્ટ થાય તો તે બોન્ડ ધારકને ચૂકવણી કરવી પડે તેમ છે.

યુદ્ધથી આ દેશોના બજારો પર અસર

આ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર ના માત્ર ઈઝરાયલ પર પણ બીજા અનેક દેશો પર તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે લેબનોન, જોર્ડન , ઇજિપ્ત જેવા પાડોશી દેશો પર તેમજ તેમના માર્કેટ પર, બોન્ડ માર્કેટ અને કરન્સી વગેરે પર યુદ્ધની અસર પડી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.