Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ સહિત ઇઝરાયલ અને હમાસના નેતાઓ માટે સાત મહિનાના યુદ્ધ દરમિયાન તેમના કૃત્યોના સંબધમાં ધરપકડ વોરન્ટની માગ કરી છે.

અગાઉ પુતિન સામે પણ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું

આ અગાઉ આઇસીસીએ પુતિન સામે પણ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે આ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જે પછી કેટલાક દેશોએ જાહેરાત કરી હતી કે જો પુતિન તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. કરીમ ખાને જણાવ્યું છે કે તેમનું માનવું છે કે નેતનયાહુ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટ તથા હમાસના ત્રણ નેતા યેહ્યા સિનવાર, મોહંમદ દીફ અને ઇસ્માઇલ હનિયેહ ગાઝા પટ્ટી અને ઇઝરાયલમાં યુદ્ધ અપરાધો અને માનવતાની વિરુદ્ધ અપરાધો માટે જવાબદાર છે.

ત્રણ જજોની પેનલ ફરિયાદીના પુરાવાઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ નિર્ણય લેશે

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.