હવામાન વિભાગની આગાહી મુજબ સણોસરા રંઘોળા પંથકમાં વાઝડી અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. બળતાં બપોરે સણોસરા, ઈશ્વરિયા, ગઢુલા, રામધરી, પાંચતલાવડા, આંબલા સહિત પંથકમાં કરા સાથે વરસાદ થયો છે.
ભારે ગરમી અને બળતાં બપોરનાં સમયે સણોસરા તથા રંઘોળા પંથકમાં અડધાથી એક કલાક જેટલો સમય વરસાદ થયો છે.
બપોરે એક વાગ્યા બાદ વાતાવરણમાં ઓચિંતા પટલો આવ્યા બે વાગ્યા દરમિયાન વાઝડી અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો અને આ બળતાં બપોરે સણોસરા, રંઘોળા, ઈશ્વરિયા, ગઢુલા, રામધરી, પાંચતલાવડા, આંબલા સહિત પૂરા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે.
લગભગ અડધાથી એક કલાક દરમિયાન સર્જાયેલ આ વાવાઝોડાનાં વાતાવરણથી છાપરાં ઉડવા તથા જાહેરાતનાં પાટિયા પડવાનાં બનાવો જોવા મળ્યાં અને ખેતીવાડીમાં નુકસાની થવા પામી છે. સૂકી નીરણ ઢગલાં પલળી ગયા અને લીલા પાક પણ આડા પડી જવા જેવી નુકસાની થઈ છે.
રીપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)