ભિલોડા તાલુકા ના જેતપુર (ટોરડા)ગામમાં ગતરોજ રાત્રી ના સમય માં પ્રેમ સંબંધ ની અદાવત રાખી સામાન્ય બોલાચાલી દરમિયાન ઉગ્ર આવેશ આવી જતાં યુવક ના માથા ના ભાગે તીક્ષ્ણ હથિયાર માર઼ી શરીર ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત ને ઘાટ ઉતારતાં આજુ બાજુ ના વિસ્તાર માં સમાચાર વાયુવેગે ફેલાતાં સમગ્ર વિસ્તાર માં સન્નાટો છવાઈ ગયો હતો. ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હત્યારા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન ના બુનનાબેન ગામીત ના જણાવ્યા અનુસાર જેતપુર ગામના ગામેતી લક્ષમણ ભાઈ ના પુત્ર સંજય ગામેતી મૃતક ને હત્યારા આશિષ ગામેતી ની ભાભી સ્નેહબાળા સાથે પ્રેમ સબંધ ની અદાવત માં આ ઘટના બની હોવાનું મનાય રહ્યું છે.મૃતક યુવક નો મૃતદેહ પી. એમ. અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ માં ખસેડાયો હતો.મેડિકલ ઓફિસરે પી. એમ. કરી મૃતદેહ પરિવારજનને સોંપતાં પરિવારજન તથા સગા સબંધીઓ એ હૈયાફાટ રુદન કરતાં વાતાવરણ માં ગમગીની છવાઈ ગઈ હતી.
મૃતક ના પિતા ગામેતી લક્ષ્મણ ભાઈ એ હત્યારા આશિષ શાંતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ભિલોડા પી.આઈ.એચ. પી. ગરાસિયા એ મૃતક ના હત્યારા ને ઝડપી લેવા તપાસ ના ચક્રો તેજ ગતી એ ગતિમાન કર્યા છે.