યુપીના બદાયૂ મર્ડર કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, પોલીસે બદાયૂ મર્ડર કેસના બીજા આરોપી જાવેદની ધરપકડ કરી છે. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પોલીસ દ્વારા તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જાવેદની મોડી રાત્રે બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ જાવેદે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને દિલ્હી ભાગી ગયો. પોલીસની ઘણી ટીમો તેની પાછળ પડી હતી.
બરેલી પોલીસે જાવેદને બદાયૂ પોલીસને સોંપી દીધો છે. હવે બદાયૂ પોલીસ તેની પૂછપરછ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, જાવેદને મોડી રાત્રે સ્થાનિક લોકોએ બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પરથી પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેનો વીડિયો બનાવ્યો. જાવેદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ઓટો પર સવારી કરતો જોવા મળે છે. જાવેદ દિલ્હીથી બરેલી જઈને આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો હતો.
હત્યાનો આરોપી સાજિદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ પોલીસ બીજા આરોપી જાવેદને શોધી રહી હતી. જાવેદની શોધમાં બદાયૂ પોલીસે ગઈકાલે રાત્રે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જાવેદના પિતા અને કાકાની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાવેદના નજીકના મિત્રોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
#WATCH | Budaun Double Murder Case | Second accused in the matter, Javed arrested by Police from Bareilly (Uttar Pradesh) last night.
In a video, sourced to Police, he is heard saying, "…I ran straight to Delhi and from there I have to come to Bareilly to surrender. I have… pic.twitter.com/zIPcXZ0bwy
— ANI (@ANI) March 21, 2024
કોન્ટ્રાક્ટર વિનોદ કુમારના બે પુત્રો આયુષ (13) અને આહાન (6)ની બદાઉન જિલ્લામાં મંડી કમિટી પોલીસ ચોકીથી 500 મીટર દૂર આવેલી બાબા કોલોનીમાં છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. વિનોદના ઘરની સામે હેર સલૂન ચલાવતા સાજીદ-જાવેદે આ સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના ત્રણ કલાક બાદ પોલીસે આરોપી સાજિદને ઘેરી લીધો અને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. આ એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર ગૌરવ વિશ્નોઈ પણ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન જાવેદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બદાયૂ પોલીસે જાવેદ પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. લગભગ અડધો ડઝન પોલીસ ટીમ તેને શોધી રહી હતી. જોકે ઘટના બાદ 36 કલાક સુધી જાવેદનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમજ પોલીસ બે નિર્દોષ લોકોની ઘાતકી હત્યાનું કારણ શોધી શકી નથી. અધિકારીઓએ કહ્યું કે, જાવેદ પકડાયા બાદ જ સત્ય બહાર આવશે. આવી સ્થિતિમાં હવે જાવેદ પકડાઈ જતાં ડબલ મર્ડરનો ઈરાદો સ્પષ્ટ થશે.