દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જીનિયરીંગમાં એડમિશન મેળવવા દર વર્ષે JEEની પરીક્ષા લેવામાં આવે છે. આ વર્ષે પણ 2 અલગ-અલગ સેશન્સમાં JEEની પરીક્ષા લેવામાં આવી હતી. આજે JEE મેઇનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓએ ટોપ-20માં આવ્યા છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ JEEમાં 100 અને 99 પર્સનટાઇલ પણ મેળવ્યા છે. હજુ આગામી 4 જૂને JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે.અમદાવાદનાં કૌશલ વિજયવર્ગીય એ દેશમાં 5મો અને હર્ષિલ સુથારે દેશમાં 17મો રેન્ક મેળવ્યો છે.
અમદાવાદના કૌશલ વિજયવર્ગીયએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 5મો રેન્ક મેળવ્યો છે જ્યારે હર્ષિલ સુથારે દેશમાં 17 મો રેન્ક મેળવ્યો છે.બંને વિદ્યાર્થીઓના પરિવાના સભ્યો એન્જિનિયર છે, જેથી ત્યાથી જ બંનેને એન્જિનિયર બનવાની પ્રેરણા મળી છે. કૌશલ વિજયવર્ગીયએ મીડિયાને જણાવ્યું હતું કે, સેશન-1માં 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા અને સેશન-1 અને 2નું કલબ કરીને આજે 5મો રેન્ક મેળવ્યો છે. મારે IIT બોમ્બેમાં એન્જીનિયરીંગમાં જ એડમિશન લેવું છે. હર્ષિલ સુથારે મીડિયાને જણાવ્યું હતું કે, હું રેન્ક મેળવવા રોજ 8 કલાક ભણતો હતો.મારે IITથી બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવું છે.