ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કર્યું હતું, જે અધ્યક્ષે તાત્કાલિક સ્વીકારી લીધું છે. જો કે શરૂઆતમાં તેમના રાજીનામાના ચોક્કસ કારણો જાહેર ન થતાં વિવિધ અટકળો કરવામાં આવી રહી હતી, પરંતુ બાદમાં મળતી માહિતી મુજબ કામનું વધેલું ભારણ અને અન્ય હોદ્દા તથા સામાજિક જવાબદારીઓમાં વ્યસ્તતા તેમના રાજીનામાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની હાજરીમાં સોંપવામાં આવ્યું હતું. રાજીનામા અંગે પોતાની સ્પષ્ટતા કરતાં જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, લોકો ચર્ચા કરતા રહેશે પરંતુ તેમને તેની કોઈ અસર નથી; તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કારણ કે કામનો ભાર વધારે હતો અને અન્ય લોકોને પણ જવાબદારી સંભાળવાની તક મળવી જોઈએ — આ જ તેમના નિર્ણયનો ઉદ્દેશ્ય છે.
#WATCH | Gujarat Legislative Assembly Deputy Speaker Jethabhai Ahir has resigned from his position, citing his busy schedule and commitments to other responsibilities.
He submitted his resignation at the residence of the Gujarat Assembly Speaker, in the presence of Chief… pic.twitter.com/mwnmURLDE7
— ANI (@ANI) December 25, 2025
જેઠા ભરવાડ ગુજરાતના એક અનુભવી અને પ્રભાવશાળી રાજકારણી તરીકે ઓળખાય છે. તેઓ ભાજપ સાથે લાંબા સમયથી સંકળાયેલા છે અને પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા બેઠક પરથી 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટાઈ આવ્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
રાજકારણ ઉપરાંત તેઓ સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય રહ્યા છે. તેઓ પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા અને નાફેડ (NAFED) — નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ગુજરાતના રાજકારણમાં તેમની મજબૂત નેતૃત્વ ક્ષમતા અને પોતાના મતવિસ્તારમાં નોંધપાત્ર પ્રભાવને કારણે તેઓ એક પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel