લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે.
જીવનમાં પોષણ અને પ્રસન્નતા મળે તે એટલે કે, માંહ્યલાનો રાજીપો અનિવાર્ય રહે તે કેળવણી સાર્થક હોવાનું જાણીતા લોકવૈજ્ઞાનિક અને લોકભારતી સંસ્થાના વડા અરુણભાઈ દવેએ અહીંયા બાલવાડી શિબિર પ્રારંભે જણાવ્યું છે. તેમણે લોકભારતીના સ્થાપક નાનાભાઈ ભટ્ટના શબ્દો મુજબ લોકભારતીના વિચાર જે સ્વીકારે તેની લોકભારતી તેમ જણાવી, આણંદ અને આજીવિકાનો શ્રોત એક હોય તે સુખી એમ જણાવ્યું. બાળ કેળવણી સંદર્ભે વાત કરતાં ભાવિ શિક્ષક વિદ્યાર્થીઓને મોજી અને ખોજી રહેવાં શીખ આપી.
લોકભારતી અધ્યાપન મંદિરમાં બાલવાડી શિબિર પ્રારંભે શિક્ષણ પ્રેમી નિવૃત્ત અધિકારી નલીનભાઈ પંડિતે વિશ્વના બાળકોને બેઠા કરવાની તાલીમ અહીંયા મળી રહ્યાનું જણાવી ગીર નેસમાં ચાલતી આનંદધારા અભિયાન અને મોજીલા શિક્ષણનો ઉલ્લેખ કર્યો.
પ્રાથમિક શિક્ષણ વિભાગ શ્રેયાન અધિક્ષક અલ્પેશભાઈ પીપળિયાએ લોકભારતીને તપોભૂમિ ગણાવી અહીંયા ઘડતર અને ચણતરની થતી પ્રવૃત્તિ સાથે આ બાલવાડી શિબિરનું મહત્વ બિરદાવ્યું.
પ્રેરક વક્તા અને સહયોગી બનેલાં ચેતનભાઈ પટેલે વિદ્યાર્થી બાળકો સામે શિક્ષકની પ્રસન્ન ચહેરો માર્ગદર્શક રહેતો હોવાનું જણાવ્યું અને બાળકોના બાળપણ ઘડવાનું કામ થઈ રહ્યાનું ઉમેર્યું.
આચાર્ય જગદીશગિરિ ગોસાઈએ આવકાર ભૂમિકા આપતાં અહીંની કેળવણી પ્રવૃત્તિ અને બાલવાડી શિબિરની ફળશ્રુતિ વર્ણવી હતી.
નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી વગેરેના સામાજિક મૂલ્ય ઉલ્લેખો સાથે લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે પાંચ દિવસ માટે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે.
અહીંયા જ્ઞાન વિજ્ઞાન અને ગમ્મત પ્રયોગો સાથે પ્રારંભાયેલ આ શિબિરમાં શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે વિવિધ સંસ્થાઓમાંથી તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે.
આભારવિધી સાથે શિબિર સંયોજક કવિતાબેન વ્યાસે રાજીપાનો ભાવ જણાવ્યો. શિબિર સહ સંયોજક સંદીપભાઈ ઉંડવિયા અને કાર્યકર્તાઓનું સંકલન રહ્યું.
પ્રારંભે સંચાલનમાં નીરવ અંટાળા અને કુમારી ધારા જાની રહ્યાં.
સંસ્થાના હસમુખભાઈ દેવમુરારિ, રાજેન્દ્રભાઈ ખીમાણી, રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય, કાંતિભાઈ ગોઠી, નીતિનભાઈ ભીંગરાડિયા વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel